ETV Bharat / state

આરોગ્ય વિભાગની બેદરકારીઃ બનાસકાંઠાના લાખણીમાં મૃતકોને અપાઇ રસી

author img

By

Published : Jun 12, 2021, 11:10 AM IST

બનાસકાંઠા (Banashkantha) જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં બે મહિના અગાઉ મૃત્યુ પામેલા બે લોકોને પણ વ્યક્તિમાં ગણતરી કરી, તેમને મેસેજ કરતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. જો કે, વેક્સિનેશનની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર આરોગ્ય વિભાગે મેડિકલ ઓફિસર અને કોમ્પ્યુટર ઓપરેટર સામે નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠામાં લાખણીમાં મૃતકોને અપાઇ રસી
બનાસકાંઠામાં લાખણીમાં મૃતકોને અપાઇ રસી
  • બનાસકાંઠા (Banashkantha) જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ શરૂ
  • 45 વર્ષ બાદ 18 વર્ષના લોકોનું રસીકરણ શરૂ
  • બનાસકાંઠા(Banashkantha)જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે
  • લાખણીમાં મૃત્યુ પામેલા લોકોના નામે વેક્સિનનો મેસેજ આવતા નોટિસ અપાઇ

બનાસકાંઠાઃ ચાલુ વર્ષે કોરોના(Corona) મહામારીમાં અનેક દર્દીઓ સામે આવ્યા હતા અને આ મહામારીમાં અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે આ મહામારીથી બચી શકાય તે માટે સરકાર દ્વારા વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા(Banashkantha)જિલ્લામાં તમામ સેન્ટરો પરથી આરોગ્ય વિભાગ દ્વારા રોજે રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન(Vaccine) આપવામાં આવી હતી, પરંતુ બનાસકાંઠા (Banashkantha) જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી વેક્સિન(Vaccine)માં ક્યાંકને ક્યાંક ભૂલ જોવા મળી હતી.

બનાસકાંઠામાં લાખણીમાં મૃતકોને અપાઇ રસી

આ પણ વાંચોઃ આરોગ્ય વિભાગની બેદરકારી: પોરબંદરમાં 'માં અમૃતમ કાર્ડ' રસ્તે રઝળતા મળ્યા

મૃતકોને રસી અપાઈ

અત્યારે બનાસકાંઠા (Banashkantha) સહિત સમગ્ર ગુજરાતમાં વેક્સિન(Vaccine)ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત બનાસકાંઠા (Banashkantha) જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 50થી પણ વધુ રસીકરણ સેન્ટરો શરૂ કરાયા છે. જો કે, કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓ બેદરકારી દાખવતા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બે મહિના અગાઉ મૃત્યુ પામેલા બે લોકોને રસી આપી તેમને રસીકરણના મેસેજ પણ કર્યા હોવાની ઘટના બની છે.

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારીઃ લાખણીમાં મૃતકોને અપાઇ રસી

મુત્યુ પામેલાને વેક્સિનનો મેસેજ આવતા ગ્રામજનો પણ ચોંકી ઉઠયા

3જી એપ્રિલે રાયમલજી અને 22 એપ્રિલના રોજ કાનજીભાઈ મકવાણા મૃત્યુ પામ્યા હોવા છતાં પણ તેઓને રસી આપી હોવાનું અને રસી આપ્યા હોવાનો મેસેજ પણ આવ્યો હતો. મુત્યુ પામેલા લોકોને વેક્સિન(Vaccine)નો મેસેજ આવતા ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ અપાઈ

લાખણીમાં મૃતકના નામ પર જે વેક્સિન(Vaccine)નો મેસેજ આવ્યો હતો, ત્યારે તરત જ પરિવારે આ બાબતે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જો કે, આ મામલે આરોગ્ય વિભાગ પણ તરત જ હરકતમાં આવ્યું છે અને લાખણીના મેડિકલ ઓફિસર ડો. હેમલતાબેન પટેલ અને ઓપરેટર પ્રકાશ મોદીને તાત્કાલિક નોટિસ ફટકારી આ મામલે ખુલાસો માગ્યો છે.

આ પણ વાંચોઃ આરોગ્ય વિભાગની બેદરકારી, કડી નજીકની ડમ્પિંગ સાઇટ પર મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ

મોટી સંખ્યામાં લોકો વેક્સિન લઇ રહ્યા છે

બનાસકાંઠા(Banashkantha) જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રમાણે વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો વેક્સિન(Vaccine) લેવા માટે આવતા હોય છે, ત્યારે ક્યાંકને ક્યાંક ઓનલાઈન એન્ટ્રીમાં અવાર-નવાર ભૂલના કારણે આરોગ્ય વિભાગ બદનામ થતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.