બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, જેથી ડિસા અને પાલનપુર બાદ હવે ધાનેરામાં પણ વેપારીઓએ 4 વાગ્યા બાદ દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ધાનેરામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે વેપારીઓની બેઠક મળી હતી. ધાનેરાને કોરોના હોટસ્પોટ એરિયો બનતો અટકાવવા માટે બધા એક થયા છે. જેમાં વેપારીઓએ સાંજે 4 વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો છે.
ડીસા અને પાલનપુર બાદ હવે ધાનેરાના પણ વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા માટે પોતાના ધંધા રોજગાર 4 વાગ્યા પછી બંધ રાખશે તેવી બાંહેધરી આપી છે.
આ ઉપરાંત શ્રાવણ મહિનામાં ધાનેરાના અનેક ગામડાઓમાં મેળા ભરાય છે, જેમાં હજારો લોકો આવતા હોય છે, જેથી કોરોના સંક્રમણ વધવાની શકયતા ખુબજ વધી જાય છે, ત્યારે આવા મેળાવડાઓ પર પણ બંધ ફરમાવ્યો છે.