બનાસકાંઠા લો બોલો હવે ફળોના ભાવ વધતા તેમાં પણ છેતરપિંડી થવા લાગી. વેપારીએ સાયલામાં ત્રણ છૂટક વેપારી પાસેથી આશરે 10 લાખની કિંમતના દાડમ ખરીદી પૈસા ન આપી છેતરપીંડી આચરી ફરાર થઈ ગયા હતા.ડીસાના દાડમના વેપારી લક્ષ્મણ માળીની છેતરપિંડીના(cheated pomegranate traders) ગુનામાં રાજસ્થાનના જાલોરની સાયલા પોલીસે અટકાયત કરી છે. જે પછી નાસતા ફરતા હોવાથી સાયલા પોલીસે(Sayla Police of Jalore Rajasthan) અટકાયત કરી તપાસ હાથ ધરી છે. જે બાદ દાડમના વેપારીઓ સાથે છેતરપિંડી(Cheating buying pomegranates) કરનાર આરોપી ઝડપાયો હતો.
વર્ષોથી પાણીની સમસ્યા એક બાજૂ બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. જેના કારણે અંહિયાના ખેડૂતો ટપક પદ્ધતિ તરફ વળ્યા છે. જેના કારણે હાલ ખેડૂતો દાડમની મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે. અને ખેડૂતોને બમણી આવક મળી રહી છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેટલીક વાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે અનેક છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જાલોર એસ.પી. હર્ષવર્ધન અગ્રવાલાની સુચના મુજબ જિલ્લામાં છેતરપિંડીના બનાવો અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સાયલા ખાતે રહેતા દાડમના ખેડૂત અને છૂટક વેપારી ગુલામખાન સિંધીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે લગભગ 3-4 મહિના પહેલા ડીસા ના લક્ષ્મણ માળી અને જયેશ માળી નામના વેપારીએ તેમની પાસે થી 4.54 લાખ ના 7 ટન દાડમ લઇ ગયા હતા .જેમાં એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. બાકીના પૈસા આપ્યા ન હતા.
વારંવાર ઉઘરાણી આ સિવાય બીજા મિત્ર કબીર ખાન અને સોમત ખાન પાસેથી પણ આજ રીતે દાડમ ખરીદી અંદાજીત 10 લાખ રૂપિયા લેવાના બાકી નીકળે છે.અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન ચૂકવી ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હતી. જે અંગે સાયલા પોલીસે આઈપીસી કલમ (IPC section) 420, 406, 384, 120 B હેઠળ ગુન્હો નોંધી તપાસ કરતા આરોપી લક્ષમણ માળી ની અટકાયત કરી છે. જ્યારે રમેશ અને જયેશ નામના બે ડીસાના આરોપીઓ હજુ ફરાર છે. જે અંગે સાયલા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.