- કાકરેજના ઉણ ગામ પાસે સર્જાયો અકસ્માત
- બનાસકાંઠા જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં વધારો
- સારવાર દરમિયાન બાઇક સવારનું નીપજ્યું મૃત્યું
કાંકરેજ: જિલ્લાના ઉણ ગામ પાસે સોમવારે જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉણ ગામનો રહેવાસી નવઘણજી ઠાકોર નામનો 21 વર્ષીય યુવક સોમવારે મજૂરીકામ અર્થે બાઇક લઇને શિરવાડા ગામ તરફ જઈ રહ્યો હતો, તે સમયે રસ્તામાં સામેથી આવી રહેલા જીપના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે યુવકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા..
સારવાર દરમિયાન બાઇક સવારનું નીપજ્યું મોત
કાંકરેજના ઉણ ગામ પાસે આજે બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા બાઈક સવારને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન નવઘણજી ઠાકોરનું કરુણ મૃત્યું થયું હતું જ્યારે અકસ્માત બાદ જીપનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે થરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કપરાડા નજીક નાળા માટે ખોદવામાં આવેલા ખાડામાં બાઈક ચાલક પડતાં મોતને ભેટ્યો
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક બાઈક સવારોના કમકમાટીભર્યાં મૃત્યું પણ થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પણ અકસ્માતો સર્જાય છે તેમાં મોટા વાહનોના ગભલત ભર્યા ડ્રાઇવિંગના કારણે સર્જાયા છે, ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને અટકાવવા માટે પોલીસ દ્વારા મોટા વાહનોની સ્પીડ ઓછી કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.