ETV Bharat / state

લાખોનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, આ બોર્ડર પર વધી રહી છે આવી પ્રવૃત્તિઓ

author img

By

Published : May 31, 2022, 8:53 PM IST

બનાસકાંઠા જિલ્લાની બોડર રાજસ્થાનને અડીને (Foreign liquor truck seized)આવેલી છે. જેના કારણે બોડર પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે. અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વાહનચેકિંગ દરમિયાન 43.42 લાખના વિદેશી દારૂ(Alcohol seized at Amirgarh border) ભરેલી ટ્રક ઝડપી પાડી હતી.

અમીરગઢ બોર્ડર પરથી લાખોના વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

બનાસકાંઠાઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે ગુજરાતમાં લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી(Amirgarh borde) ઝડપી પાડવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેચાણ થાય છે. દેશી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ આજે લોકો હોંશે હોંશે રોજેરોજ વિદેશી દારૂ પીતા નજરે પડી રહ્યા છે.

વિદેશી દારૂ

કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો - રાજસ્થાનની સરહદને અડીને આવેલો(Banaskantha Amirgarh Border) હોવાના કારણે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી વિદેશી દારૂ મોકલવામાં આવે છે. પરંતુ પોલીસની સતર્કતાના કારણે વાહન ચેકિંગ દરમિયાન અનેકવાર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ (Alcohol seized at Amirgarh border)ઝડપી પાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની મુખ્ય ગણાતી અમીરગઢ બોડર પડતી છેલ્લા એક વર્ષમાં પોલીસે બાતમીના આધારે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.

આ પણ વાંચોઃ વલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપી

લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો - બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડરએ રાજસ્થાની સરહદને અડીને આવેલી હોવાના કારણે મોટા પ્રમાણમાં બોર્ડર પરથી વિદેશી દારૂનો ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી ટ્રકની પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા ટ્રકમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રાજસ્થાન તરફથી અમીરગઢ બોર્ડર પર આવી રહેલી ટ્રક પર પોલીસને શંકા જતા પોલીસે ટ્રકને ઉભી રખાવી હતી અને તલાશી લેતા ટ્રકમાં 490 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ટ્રક ડ્રાઈવર અને વિદેશી દારૂ ભરેલી ટ્રક ને અમીરગઢ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. અમીરગઢ પોલીસે હાલ તો ટ્રક સહિત વિદેશી દારૂની કિંમત 43.42 લાખના મુદ્દામાલ સાથે આ દારૂ પહોંચાડવા હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ભરુચ LCBએ અંકલેશ્વર ખાતેથી બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી

બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવે - જિલ્લાની બોર્ડર ઉપર રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ બુટલેગરો દ્વારા પ્રવેશ કરવામાં આવે છે. અમીરગઢ અને નેનાવા બોર્ડર પડતી મોટા પ્રમાણમાં પોલીસને ચકમો આપી બુટલેગરો ગુજરાતમાં દારૂનો સપ્લાયર કરે છે. પોલીસને મળતી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી જાય છે. પરંતુ પોલીસ દ્વારા રાત્રિના સમયે વાહન ચેકિંગ વધારવામાં આવે તો ગુજરાતમાં પ્રવેશતો વિદેશી દારૂ અટકી શકે તેમ છે. ત્યારે રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.