- અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત
- પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
- વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર
બનાસકાંઠાઃ પાથાવાડા હાઇવે પર ટ્રક નીચે કચડાઇ જતા એક રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સાતસણ ગામના હીરાભાઈ કપુરજી સરગરા રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે મંડાર તરફથી આવી રહેલા એક ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હીરાભાઈ ટ્રકના ટાયર નીચે કચડાઇ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત અંગે જાણ થતા જ પાથાવાડા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાંથાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
![અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-04-aksmat-gj10014_01032021173701_0103f_1614600421_631.jpg)
પોલીસે હાથ ધરી તપાસ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા વાહન ચાલકોની અડફેટે અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં અત્યાર સુધી અનેક માસુમ લોકો મોતને પણ ભેટે છે. ત્યારે પાંથાવાડા પાસે સર્જાયેલા અકસ્માતમાં પણ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારીનું મોત નીપજ્યું હતું. જ્યાં આ અકસ્માતની જાણ પાથાવાડા પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રકના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભુતકાળમાં અનેક અકસ્માતો સર્જાયા...
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. આવા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને અનેક લોકોના મોત નિપજ્યા છે. જિલ્લામાં ભારે વાહનોના બેજવાબદારીભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર માસુમ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.