બનાસકાંઠામાં લાખણીના ભકડીયાલ ગામમાં સામુહિક હ્ત્યાની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘરના પુત્ર ભીખાજી તખાજી પનારા નામના શખ્સે પોતાના પત્ની, માતા અને પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરી છે. ઘટનાના સમાચાર ફેલાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ યુવાન માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી.
