ગુજરાતની શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શન કરવા જતાં પગપાળા યાત્રીઓ ખેડબ્રહ્મા સુધી પહોંચ્યા છે. ત્યારે આ વિસ્તારના માર્ગો પર રાહત કેમ્પની સુવિધા વરસાદી વાતાવરણના કારણે હટાવી લેવામાં આવી હતી. જેના કારણે પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી 'શ્રી માં મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ' અને હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યોના દ્વારા રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં ટ્રસ્ટીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પદયાત્રીઓની સેવા કરી રહ્યાં છે.
ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રીઓ માટે ‘રનિંગ સેવા કેમ્પ’ યોજાયો - હરિ ઓમ શ્રી રનિંગ કેમ્પ
ખેડબ્રહ્માઃ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીના દર્શને પગપાળા જઈ રહેલાં ભક્તોનો પ્રવાહ ખેડબ્રહ્મા, ઇડર તરફ આગળ વધી રહ્યો છે. વાતાવરણમાં ફેરવાતાં વરસાદનો માહોલ સર્જાયો છે. જેના કારણે પદયાત્રીઓની સેવા માટે કોઇ કેમ્પ ઉભા કરાયા નહોતા. ત્યારે ‘ હરિ ઓમ શ્રી રનિંગ કેમ્પ’ પદયાત્રીઓની મદદ માટે પહોંચ્યો હતો.
ગુજરાતની શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શન કરવા જતાં પગપાળા યાત્રીઓ ખેડબ્રહ્મા સુધી પહોંચ્યા છે. ત્યારે આ વિસ્તારના માર્ગો પર રાહત કેમ્પની સુવિધા વરસાદી વાતાવરણના કારણે હટાવી લેવામાં આવી હતી. જેના કારણે પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી 'શ્રી માં મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ' અને હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યોના દ્વારા રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં ટ્રસ્ટીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પદયાત્રીઓની સેવા કરી રહ્યાં છે.
--------------------------------------------------------------------------------------------
વિઝ્યુલની ફાઈલ એટેચ કરી છે અને એફટીપી પણ કરી છે...
ખેડબ્રહ્મા– સગવડ સાથે સેવા કરવામાં અને મુશ્કેલી વેઠી પરમાર્થ સાધવામાં ઘણે અંશે કંઇક જૂદું હોય છે. ચારેકોર માનવોના સ્વાર્થની કહાણીઓ છપાતી રહેતી હોય ત્યાં ક્યાંકક્યાંક મનુષ્યહૃદયમાં રહેલી અન્યની સહાયતાની લાગણીની કૂંપળો પણ ફોરી રહેલી જોવા મળતી જ હોય છે. Body:હાલમાં ભાદરવી પૂનમના મા અંબાજીના દર્શને પગપાળા જઈ રહેલાં ભક્તોનો પ્રવાહ ખેડબ્રહ્મા, ઇડર તરફ આગળ વધી રહ્યો છે. હવામાને કરવટ બદલતાં આ વર્ષે વરસાદનો માહોલ છે, ત્યારે જે ઠેકાણે પદયાત્રીઓની સેવા માટે કોઇ કેમ્પ નથી હોતાં ત્યાં ‘ હરિ ઓમ શ્રી રનિંગ કેમ્પ’ની મદદ પહોંચી રહી છે.
ગુજરાતની શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શન કરવા જતાં પગપાળા યાત્રીઓનો મોટો જથ્થો હવે ઝપાટાભેર ખેડબ્રહ્મા સુધી તમામ દિશાઓમાંથી પહોંચી રહ્યો છે. આ વિસ્તારના સૂના માર્ગો પર દૂરદૂર સુધી કોઇ રાહત કેમ્પના ખેમા પણ નજરે ન ચડતાં હોય, ત્યારે સામે ચાલીને શીતળ જળનો પ્યાલો અને નાસ્તો હાથમાં થમાવવામાં આવે ત્યારે પદયાત્રીઓના અંતરના આશિષ નીકળી પડે છે. જે શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ સૌ મેળવી રહ્યાં છે. આ ટ્રસ્ટીઓ ભક્તોની સહાયતામાં તનમનધનથી જોડાયાં છે.
પદયાત્રીઓની સેવામાં શહેરી વિસ્તારોમાં ઘણાં કેમ્પમાં સેવા આપવામાં આવે છે. જોકે પદયાત્રીઓને દૂરદૂરના નિર્જન માર્ગો પર આવી રાહત આપવા જનાર આ યુવાનો અને વડીલવર્ગની સેવાની ભાવનાને દાદ આપવી પડે.
Conclusion:આજકાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને વાહન બહાર કાઢતાં સો વાર વિચારવું પડે છે ત્યારે ભૂખ્યાં તરસ્યાં અંબાભક્તો માટે સાક્ષાત જાણે માતૃવત ભાવના હૃદયે ધરીને દોડી જનાર આ સૌ કોઇ અમદાવાદના સીટીએમ સ્થિત હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યો છે. આ રીતે તેઓ વરસોથી સેવા આપી રહ્યાં છે અને ખરેખર જરુરતમંદ યાત્રીઓના આશીર્વાદ મેળવી રહ્યાં છે. ત્યારે સૌના મુખમાં એક જ નારો ગાજી રહ્યો છે કે બોલ મારી અંબે જય જય અંબે...
ઈ ટીવી ભારત... અંબાજી