ETV Bharat / state

ડીસામાં ખોટા દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ - Deesa area land scam

બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં જમીનના ખોટા કાગળો ઉભા કરી 13 વિઘા જમીન વેચી દેતા અને તેનો દસ્તાવેજ પણ થઈ જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ડીસાના તાજા સમાચાર
Deesa News
author img

By

Published : Sep 4, 2021, 10:32 PM IST

Updated : Jun 27, 2022, 12:14 PM IST

  • ડીસા શહેરમાં કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ
  • ખોટા નામના દસ્તાવેજ કરી જમીન કૌભાંડ કરાયું
  • સમગ્ર કૌભાંડમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ

બનાસકાંઠા: જિલ્લાનું ડીસાએ મીની મુંબઈ તરીકે જાણીતું છે અને ડીસામાં જમીન છેતરપીંડીના કેસમાં પણ રોજેરોજ વધારો થઈ રહ્યો છે. કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી મારવાનો વધું એક કિસ્સો સામે આવ્યો છે. ડીસાના રસાણા ગામે રહેતા જોરાભાઈ નાથુંભાઈ દેસાઈના ભળતા નામે ગામમાં જોરાભાઈ નાથાભાઈ દેસાઈ રહેતા અને તેમને વર્ષો પહેલા ડીસા ત્રણ હનુમાન પાસે જમીન આવેલી હતી. જે જમીન વર્ષો અગાઉ વેંચાણ થતા તે જગ્યાએ અત્યારે ડોક્ટર હાઉસ બની ગયું છે અને તે જમીન અત્યારે 300 થી વધુ માલિકો પાસે કબજો છે અને બીજી જમીન ગોલ્ડન પાર્ક જે હાલ સોસાયટી આવેલી છે, જ્યાં પણ અનેક લોકો મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા છે.

ડીસામાં ખોટા દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસામાં કરોડોનું જમીન કૌભાંડ

હાલ આ જમીનનો જૂનો ઉતારો જોરાભાઈ નાથાભાઇ દેસાઈના નામે ચાલતો હોવાથી કેટલાક શખ્સોએ આ જમીન બારોબાર વેચી મારવાના ઇરાદે જૂના ઉતારાના આધારે ખોટા ત્રણ આધારકાર્ડ બનાવ્યા અને બેન્ક માં એકાઉન્ટ પણ ખોલાવી દીધા હતા. જોકે બાદમાં જોરાભાઇ નાથુંભાઈ દેસાઈના ઘરે ત્રણ અલગ અલગ આધારકાર્ડ અને બાદમાં બેન્કની ચેક બુક આવતા જોરાભાઈના પુત્ર ચોંકી ઉઠ્યા હતા અને તેઓ બેન્કમાં તપાસ કરતા કોઈ ખોટા આધારકાર્ડના આધારે એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું માલુમ પડતા એકાઉન્ટ બંધ કરાવી ડીસા તાલુકા પોલિસ મથકે અને બાદમાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી હતી.

ખોટા ડોક્યુમેટ તૈયાર કરી કરોડોનું જમીન કૌભાંડ

જોરાભાઈ નાથુંભાઇ દેસાઈના નામના ખોટા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ બનાવી અને તેના આધારે જોરાભાઈનું ખોટું નામ ધારણ કરી ડીસા સબ રજિસ્ટાર કચેરીએ 5 જાન્યુઆરી 2017 ના રોજ ડોક્ટર હાઉસ વાળી જમીન અને ગોલ્ડનપાર્ક વાળી જમીનનો બાનાખત કરાવી દીધો અને બાદમાં પોલીસે અરજીના આધારે તપાસ કરતા જોરાભાઈ નાથુંભાઇ દેસાઈનું ખોટું નામ પોપટભાઈ ગગાજી હેમાસિયાએ ધારણ કર્યું હતું. જેમના સાક્ષી તરીકે ઓળખ ડામરાજી પુરાજી પટેલ અને જીતેન્દ્ર હેમરાજભાઈ ચૌધરીએ આપી જમીન પાવર ઓફ એટર્ની અમદાવાદના અમરત રામજીભાઈ દેસાઈના નામે કરી આપી હતી. જે બાદ આરોપી રણછોડ હાલાજી ઠાકોરે આરોપી પોપટ ગગાજી હેમાસિયાના પિતાની ઓળખાણ આપી અને જે પાવર ઓફ એટર્નીના આધારે ડીસા સબ રજિસ્ટારમાં 1 જાન્યુઆરી 2021 ના રોજ ખોટા ડોક્યુમેન્ટના આધારે રૂપિયા 54.80 લાખની સ્ટેમ ડ્યુટી ભરી દસ્તાવેજ પણ કરાવી દીધા હતા.

ખોટા દસ્તાવેજ કરી જમીન વેચી

આમ ખોટા દસ્તાવેજના આધારે ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કની જમીનનું વેચાણ થઈ જતા જોરાભાઈ નાથુંભાઈના પુત્ર મોતીભાઈ જોરાભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અત્યારે પોલીસ ચલાવી રહી છે. ફરિયાદી મોતીભાઈએ જણાવ્યું હતું કે, મારા ઘરે આધારકાર્ડ, પાનકાર્ડ અને બેન્કની ચેક બુક આપી ત્યારે મને ખબર પડી કે કોઈક નકલી ડોક્યુમેન્ટ બનાવી રહ્યું છે અને જે જમીનનું દસ્તાવેજ થયું છે એમાં મારા પિતાના ભળતા નામના વ્યક્તિ છે, જેમની જૂની જમીન હતી. અમારે કોઈ લેવાદેવા ન હોવા છતાં અમારા નામે જમીન બતાવી વેચાણ કરી છે.

ફરિયાદીના પિતાના નામનો ખોટો ઉપયોગ

ભળતા નામનો ઉપયોગ કરી ડીસાનું ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્ક વેચી માર્યાની જાણ શહેરમાં થતા લોકો અચરજ પામ્યા હતા. હાલ ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કમાં થઈને 300થી વધુ લોકો વસવાટ કરે છે. જેમના નામે દસ્તાવેજ અને મકાનો પણ છે. ત્યારે આવા ખોટા દસ્તાવેજ બનાવવા પાછળ કોનું ભેજું કામ ર્ક્યું હશે તે પણ ચર્ચાનો વિષય છે.

ફરિયાદીના વકીલનું નિવેદન

આ અંગે જમીન કૌભાંડમાં ફરિયાદી મોતીભાઈ દેસાઈના વકીલ ભાવિનભાઈએ જણાવ્યું હતું કે ડીસા શહેરના ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્ક વિસ્તારમાં ભૂમાફિયા લોકોએ બારોબાર ખોટા દસ્તાવેજો કરી કરોડો રૂપિયાની જમીન વેચી મારી છે. આવા લોકો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઇએ. જેથી આવનારા સમયમાં અન્ય જમીન કૌભાંડ થતું અટકી શકે.

Last Updated : Jun 27, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.