ETV Bharat / state

પાલનપુરમાં 8 માસની દિકરીથી દૂર રહીને માતા એમ્બ્યુલન્સમાં બજાવી રહી છે ફરજ - 8 માસની દિકરી

રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે, વિકટ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવા આપણા આરોગ્યકર્મીઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ ખડેપગે પોતાના જીવની પરવા કર્યા વગર મહામહેનતે સેવા કરી રહ્યા છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર 108 સેન્ટર પર પણ એક માતા પોતાની માસૂમ બાળકીને પોતાનાથી દૂર રાખી લોકોના જીવ બચાવવા સેવા કરી રહ્યા છે.

પાલનપુરમાં 8 માસની દિકરીથી દૂર રહીને માતા એમ્બ્યુલન્સમાં બજાવી રહી છે ફરજ

author img

By

Published : May 4, 2021, 6:47 PM IST

  • 8 માસની દિકરીની માતાની 108 એમ્બ્યુલન્સ વાનમાં અનોખી સેવા
  • કોરોના કાળમાં માતાની ભૂમિકા પિતા નિભાવી રહ્યા છે
  • બનાસકાંઠા જિલ્લામાં અનેક કોરોના વોરિયર્સ પરિવારથી દૂર રહી કરી રહ્યા છે સેવા

બનાસકાંઠા: સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તેજીથી વધારો થઇ રહ્યો છે. ત્યારે, આ મહામારી દરમિયાન કેટલાંક વોરિયર્સ કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહી પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરતા હોય છે. આવા કોરોના વોરિયર્સ પોતાના પરિવાર કે બાળકોની પરવા કર્યા વગર તેમનાથી દૂર રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે, પાલનપુરના ચંડીસર 108 એમ્બ્યુલન્સ કેન્દ્ર પર ફરજ બજાવતા મહિલા આરોગ્યકર્મી જાહેદાબેન સિપાઈ આજે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે સાબિત થઈ રહ્યા છે.

પાલનપુરમાં 8 માસની દિકરીથી દૂર રહીને માતા એમ્બ્યુલન્સમાં બજાવી રહી છે ફરજ

આ પણ વાંચો: પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન લગાવાયું

8 માસની દિકરીથી અલગ રહી 108 એમ્બ્યુલન્સમાં ફરજ પર

ચંડીસર ગામના જાહેદાબેન પોતાની 8 માસની માસુમ બાળકીથી દૂર રહીને 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જે પ્રમાણે દર્દીને પણ વોરિયર્સની મદદની જરુર હતી તેવા સમયે જાયદાબેને પોતાની બાળકીને પોતાનાથી દૂર કરી અને પોતાની ફરજ પર હાજર થઈ ગયાં હતા. અત્યારે, પણ તેઓ બાળકી સહિત પરિવારથી દૂર રહી ઘરે ગયા વગર સતત 108માં સેવા આપી રહ્યા છે. આ દરમિયાન, જો પોતાની દીકરીને જોવાની ઈચ્છા થાય તો દૂરથી જોઈને સંતોષ માની લેશે. આ ઉપરાંત, જો ઇમરજન્સી ન હોય તો દીકરીને સ્થળ ઉપર જ બોલાવીને કાળજી રાખીને ફિડિંગ કરાવી દે છે.

8 માસની બાળકીને સાચવવા ઈમરાનભાઈએ નોકરી છોડી

જાહેદાબેનના પતિ ઈમરાનભાઈ પણ પોતાની પત્ની જાહેદાબેનને આ મહામારી સમયે દેશ સેવા કરવામાં મદદરૂપ થવા સુરતમાં ખાનગી નોકરી છોડી 8 માસની માસૂમ બાળકીને સંભાળવા ઘરે આવી ગયાં છે. ઈમરાનભાઈ કહી રહ્યાં છે કે, અમારી દીકરી બહુ નાની છે કેટલીકવાર તેને તેની મમ્મીની યાદ આવે તો રડે છે. હું તેની મમ્મીને વિડીયો કોલ કરીને બતાવી દઉં છું. કાં તો જો કોઇ કેસ ન હોય તો તેમના કેન્દ્રો પર લઈ જઈ દૂરથી દેખાડી દઉં છું.

આ પણ વાંચો: પાલનપુર મામલતદારે જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાની નોટિસ જાહેર કરી

કોરોના કાળમાં માતાની ભૂમિકા પિતા નિભાવી

ભારતભરમાં કોરોના વાઇરસની મહામારી દિવસેને દિવસે લોકોને મોત તરફ લઈ જઈ રહી છે. ત્યારે, આવા સમયે લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે. ત્યારે, ચંડીસર ગામે 108 એમ્બ્યુલન્સ વાનમાં કોરોના દર્દીઓને મદદરૂપ બની રહેલા જાહેદાબેનના પતિ ઇમરાનભાઈ હાલ પોતાની 8 માસની દીકરીને માતાની જેમ સાચવી રહ્યા છે. ઈમરાનભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં જે પ્રમાણે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા સમયે મારી પત્ની 108 એમ્બ્યુલન્સ વાનમાં 2 મહિનાથી ફરજ બજાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.