- પાલનપુરમાં જિલ્લા પ્રભારી સચિવ વિજય નહેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- વધતા જતા કોરોના કેસને અટકાવવા બેઠક યોજાઇ
- RTPCR ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વેક્શિનેશન વધારવા આપી સૂચના
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના ડીસા અને પાલનપુરમાં વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 300થી પણ વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસ વચ્ચે વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. ખાસ કરીને વધેલા સંક્રમણના કારણે રોજના 50થી પણ વધુ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યાં છે ત્યારે તેને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે.
પાલનપુરમાં જિલ્લા પ્રભારી સચિવ વિજય નહેરાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
બનાસકાંઠામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે બુધવારે જિલ્લા પ્રભારી વિજય નહેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તથા કલેક્ટર દ્વારા નિમાયેલી વિવિધ સમિતિઓ દ્વારા થતી કામગીરી અંગેની સમિક્ષા કરવામાં હતી. કોરોના સંક્રમણ અટકાવવા R.T.P.C.R ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા પ્રભારી સચિવે જણાવ્યું હતું. ઉપરાંત કેવી રીતે કોરોનાના વધતા કેસને અટકાવવા તે અંગે આ બેઠકમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
વધુ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD સેવા બંધ
RTPCR ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વેક્શિનેશન વધારી સુરક્ષા સુનિશ્વિત કરીએ
જિલ્લા પ્રભારી વિજય નહેરાએ વધુમાં કોરોના ટેસ્ટિંગ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે, જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી તેમનો R.T.P.C.R. રિપોર્ટ ફરજીયાત કરવામાં આવે તથા હોમ આઇસોલેશન કરવામાં આવે. દર્દીઓ અન્ય કોઇપણ વ્યક્તિના સંપર્કમાં ન આવે તેમની ઉપર સખત વોચ રાખવામાં આવે. તેમણે પાન પાર્લરવાળા, શાકભાજીની લારીવાળા, અમૂલ પાર્લર, રિક્ષાવાળા, દુકાનદાર, વ્યાજબી ભાવના દુકાનદાર અને પેટ્રોલ પંપ સહિત સુપરસ્પ્રેડર કહી શકાય તેવા તમામ લોકોને કોરોના રસીકરણમાં આવરી લેવા તથા 45 વર્ષ ઉપરના નાગરિકો અને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં આઉટસોર્સ સહિત તમામ કર્મચારીઓનું રસીકરણ કરવા સૂચના આપી હતી. જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હૉસ્પિટલ્સમાં ઉપલબ્ધ બેડ, વેન્ટિલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટનું પ્રમાણ વગેરે અંગે માહિતી મેળવી હતી. લોકો ઘરની બહાર નિકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે તેની ઝુંબેશ ચલાવવા તેમણે સૂચના આપી હતી.
વધુ વાંચો: 1.10 લાખ ચુકવ્યા છતાં ફાટેલી PPE કિટમાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મોકલ્યો