ETV Bharat / state

ડીસા તાલુકાના ઢુવા ગામે અનોખી હોસ્પિટલ તૈયાર કરાઈ - local news of deesa

બનાસકાંઠાના ઢુવા ગામમાં કોરોનાની ચેઈનને તોડવા માટે હવે આરોગ્ય વિભાગની સાથે સાથે સ્થાનીક ગ્રામજનો પણ આગળ આવ્યા છે અને આ ગામની અંદર કોરોના સંક્રમિત દર્દીઓની સારવારની સાથે સાથે જમવાનું, ઉકાળા, યોગા તેમજ એમ્બ્યુલસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

Banaskantha
Banaskantha
author img

By

Published : May 14, 2021, 10:39 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર
  • ડીસા તાલુકાના ઢુવા ગામે અનોખી હોસ્પિટલ તૈયાર કરાઈ
  • બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કહેર
  • ગામલોકો દ્વારા જાતે જ હોસ્પિટલ તૈયાર કરાઈ

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના તાંડવ મચાવી રહ્યો છે અને હવે શહેરી વિસ્તાર બાદ આ કોરોના વાયરસ ગ્રામીણ વિસ્તારોમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે તેવામાં ડીસા તાલુકાના ઢુંવા ગામમાં આરોગ્ય વિભાગને સાથે સાથે હવે ગ્રામજનો પણ કોરોનાની ચેન તોડવા માટે આગળ આવ્યા છે. આ ગામના જાગૃત લોકોએ સાથે મળી એક ટીમ બનાવી છે અને આરોગ્ય વિભાગની સાથે મળી અહીં આવેલી એક શાળામાં 25 બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી છે.

ગામલોકો દ્વારા જાતે જ હોસ્પિટલ તૈયાર કરાઈ

આ પણ વાંચો: સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર, બુધવારે 264 નવા કોરોના કેસો નોંધાયા

આજુબાજુમાં મોટાભાગના ગામના લોકોને મળી રહી છે કોરોનાની સારવાર

આ શાળામાં બનાવવામાં આવેલી હોસ્પિટલમાં દર્દીઓની લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. અહીં દર્દીઓને ઇમરજન્સી ઓક્સિઝન લેવલ ઘટી જાય તો તેની પણ સુવિધા શરૂ કરી છે. અહીં આજુબાજુના 10 થી 15 જેટલા ગામના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અત્યારે પણ આ શાળામાં બનાવવામાં આવેલી હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે તમામ દર્દીઓને સવારે ઉકાળો આપવાથી લઈ બે ટાઈમ ભોજન, ચા-નાસ્તો, હરવા-ફરવા માટેની વ્યવસ્થા અને યોગા સહિતની સુવિધા શરૂ કરાઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર

બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કહેર

બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે પ્રમાણે લોકોએ બજારોમાં ખરીદી માટે એકત્રિત કરી હતી. તેને લઈ હાલમાં રોજના મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના કેસ સામે આવ્યા છે. ત્યારે શહેરી વિસ્તારની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ જતાં ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળતી નથી જેના કારણે મોટાભાગના ગામોમાં ગામ લોકોએ જાતે જ ફાળો એકત્રિત કરી હોસ્પિટલો શરૂ કરી છે.

ડીસા તાલુકાના ઢુવા ગામે અનોખી હોસ્પિટલ તૈયાર કરાઈ

આ પણ વાંચો: ખંભાળિયા તાલુકાના મોવાણ ગામમાં કોરોના સંક્રમણ હવે ચિંતાજનક સપાટીએ પહોંચ્યું

જેમાં ગામના અને આજુબાજુના મોટાભાગના ગામોના કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ડીસા તાલુકામાં પણ સતત વધતા જતા કોરોના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેના કારણે અત્યારે ડીસા તાલુકાના ગામડાઓમાં પણ દર્દીઓને જ્યાં જગ્યા મળી રહી છે. ત્યાં ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે, ગ્રામીણ વિસ્તારના લોકો હવે કોરોનાની લડાઈ સામે જાગૃત થઈ અને ગામમાં જ હોસ્પિટલો તૈયાર કરી સારવાર આપી રહ્યા છે.

ડીસા તાલુકાના ઢુંવા ગામે અનોખી હોસ્પિટલ તૈયાર કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.