- અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું
- વિશ્વ કોરોના મુક્ત બને તેવીમાં અંબેના પ્રાર્થના કરી
- 12 લાખ ઉપરાંતનું મંદિર ટ્રસ્ટને અર્પણ કારાયું સોનું
બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે એક માઇભક્તે 251 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું છે. આ દાતા સાણંદના કણેરી ગામના રહેવાસીજીતેન્દ્રસિંહ વાઘેલાનો પરિવાર કોરોનામાં સપડાયો હતો ને યોગાનુ યોગ તેઓ તમામ કોરોના મુક્ત બન્યા હતા.
આ પણ વાંચો: અંબાજીના ગબ્બર ગઢ પર ભગવાન શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
અંબાજી મંદિરમાં ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું
જીતેન્દ્રસિંહ વાઘેલાનો પરિવાર કોરોનામાં સપડાયો હતો. યોગાનુ યોગ તેઓ તમામ કોરોના મુક્ત થતા દાન કર્યુ હતુ. 251 ગ્રામ સોનુ અંદાજે કિંમત રૂપિયા 12 લાખ ઉપરાંતનું સોનાનું દાન અને તે સમમાં અંબેનો સ્મરણ કરી અંબાજી મંદિરને જે સુવર્ણમય બનાવની કામગીરી ચાલી રહી છે. તેમાં યથાશક્તિ યોગદાન આપવાનો નિર્ણય કર્યો હતો.