ETV Bharat / state

થરાદ નર્મદા કેનાલમાંથી અગાઉ મળેલા મૃતદેહ મામલે હત્યાનો ગુનો નોંધાયો

બનાસકાંઠાના દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ એક મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતક યુવકે તેના મિત્રના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી ખોટા કેસમાં ફસાવી દીધો હોવાથી તેનો બદલો વાળવા માટે હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે થરાદ પોલીસે ચાર શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ નર્મદા કેનાલમાંથી અગાઉ મળેલા મૃતદેહ મામલે નોંધાયો હત્યાનો ગુનો

author img

By

Published : May 29, 2021, 1:47 PM IST

Updated : May 29, 2021, 5:15 PM IST

  • દિયોદરના લૂંદ્રા ખાતે લાવી બે દિવસ ગોધી રાખી હત્યા કરી કેનાલમાં ફેંકી દેવાના આક્ષેપ
  • મૃતક યશ પ્રજાપતિએ અન્ય યુવક-યુવતીના ફોટા વાયરલ કર્યા
  • થરાદ પોલીસે હત્યા કરનાર 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ સમગ્ર દેશમાં હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે 15 દિવસ અગાઉ નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે થરાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજ રોજ અકસ્માત નહીં પણ હત્યા હોવાની જાણ થતાં ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ નર્મદા કેનાલમાંથી અગાઉ મળેલા મૃતદેહ મામલે હત્યાનો ગુનો નોંધાયો
થરાદ નર્મદા કેનાલમાંથી અગાઉ મળેલા મૃતદેહ મામલે હત્યાનો ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો : યુવકની હત્યામાં 14 આરોપીને આજીવન કેદ

નર્મદાકેનાલમાંથી અમદાવાદમાં રહેતા યશ પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો

બનાસકાંઠાના દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 15 દિવસ અગાઉ અમદાવાદમાં રહેતા યશ પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતક યુવકના મિત્ર અમિત ખત્રીએ યસના પિતાને આ અકસ્માત નહીં, પરંતુ હત્યા હોવાની જાણ કરી હતી.

બે દિવસ ગોંધી રાખ્યો હતો

યશ પ્રજાપતિએ તેના મિત્ર કૌશિક સોનીના તેની પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કર્યા હતા તેમજ તેને ખોટા ચેટિંગના કેસમાં ફસાવી પણ દીધો હતો. જે બાબતે મનદુખ રાખી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. કૌશિક સોની તેના ત્રણ મિત્રો સાથે મળી યસ પ્રજાપતિને છેતરી ને તેની હોન્ડા સિટી ગાડી સાથે અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ બે દિવસ ગોંધી રાખ્યો હતો. ત્યારબાદ નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દઇ હત્યા કરી હતી.

હોન્ડા સીટી કાર રાજસ્થાનના રાણીવાડા પાસે મૂકી ફરાર થઈ ગયા

અપહરણ કર્યા બાદ તેને ચાણસ્મા અને ત્યાંથી દિયોદરના રુદ્રા પાસે આવેલ કૌશિકના ફાર્મ હાઉસ ઉપર લઈ જઈ યસને બે દિવસ ઓરડીમાં ગોંધી રાખી માર માર્યો હતો ત્યારબાદ નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દહી હત્યા કરી હતી. બાદમાં આ આરોપીઓ યસની કાર લઈને રાજસ્થાન ચાલ્યા ગયા હતા અને વળતા હોન્ડા સીટી કાર રાજસ્થાનના રાણીવાડા પાસે મૂકી ફરાર થઈ ગયા હતા. જે બાબત ધ્યાને આવતા જ મૃતકના પિતા હસમુખભાઈ પ્રજાપતિએ થરાદ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે બદલો લેવા માટે કરાયેલી હત્યાના ગુનામાં ચાર લોકો સામે ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો

Last Updated : May 29, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.