ETV Bharat / state

Bhabhar Accident News : બનાસકાંઠાના ભાભરના ગોસણ નજીક સર્જાયો અકસ્માત, પરિવારના 4 લોકોના મોત

ભાભર તાલુકાના ગોસણ પાટીયા નજીક ટ્રક અને બ્રેજા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માળી પરિવારના એક નાની બાળકી સહિત 4 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ભાભરના ગોસણ નજીક અકસ્માતમાં માળી પરિવારના 4 લોકોના મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 12:59 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી દિન પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ પાટિયા નજીક પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

"ભાભર રાધનપુર હાઇવે પર ગોસણ અને રોયટા વચ્ચે એક ગાડી અને ટેલરનો અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ બાબતની જાણ અમને થતા તાત્કાલિક અમે ઘટના સ્થળે દોડી ગયા હતા. રાધનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા હતા."- (ભાભર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ)

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે: માળી પરિવાર કડીથી ધનાણા ગામે માતાજીની રમેલમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન ભાભરના ગોસણ નજીક બ્રેઝા ગાડી અને ટેઇલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. તાત્કાલિક ધોરણે 108 ને કોલ કરવામાં આવ્યો હતો. ભાભર પોલીસને પણ આ બાબતની જાણ થતા ભાભર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

સમગ્ર વિસ્તારમાં અરેરાટી: ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર તાત્કાલિક ધોરણે 108ની મદદથી રાધનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સારવાર દરમિયાન 2 લોકોના મોત નિપજયા હતા. આમ અકસ્માતમાં માળી પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા છે. જેને લઇને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી છે. માળી સમાજમાં એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુપતભાઇ સવાભાઈ માળી, ભીખાભાઈ શંકરભાઈ માળી ઉ.વ 40, મોતીભાઈ કરસનભાઈ માળી ઉ.વ.17, અને 2 વર્ષની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

  1. Banaskantha Slab collapse: પાલનપુર સ્લેબ ધરાશાયી ઘટનામાં GPC ડાયરેકટર સહિત 11 સામે ફરિયાદ, ઘટનામાં બે યુવાનનું થયું હતું મૃત્યું
  2. Banaskantha Crime News: પત્નીએ પ્રેમી સાથે મળી ખેલ્યો ખુની ખેલ, પતિની ગળુ દબાવી હત્યા કરી, આત્મહત્યાનું રચ્યું નાટક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.