- પાલનપુર RTO કચેરી ફરી વિવાદમાં, પાલનપુર RTO કચેરીમાં એજન્ટોનો રાફડો
- કેમ્પસમાં એજન્ટોને પ્રતિબંધ છતાં એજન્ટો બેરોકટોક કચેરીમાં પ્રવેશી કામ કરાવે છે
- ગાંધીનગર COTએ ઓચિંતા દરોડા પાડતા એજન્ટો થયા ગાયબ
- દરોડા દરમિયાન RTO ઓફિસમાંથી પકડાયા 4 બિનઅધિકૃત એજન્ટ
- એજન્ટો વિરૂદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાયો ગુનો
આ પણ વાંચોઃ કડીમાં નકલી GST ટીમના અધિકારી બની એક મહિલા 1.83 લાખ લઈ તેના સાગરીતો સાથે ફરાર, એક ઝડપ્યો
બનાસકાંઠાઃ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે રિજયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસ (RTO)માં 1990થી એજન્ટ રાજ ખતમ કરવા કાયદો બનાવવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્યની તમામ RTO કચેરીની બહાર મોટી સંખ્યામાં બિનઅધિકૃત રીતે એજન્ટોનો જમાવડો રહેતો હોય છે. આ એજન્ટો વધુ નાણા લઈ ગ્રાહકોનું નામ RTO ઓફિસમાં લઈ જતા હોય છે. આમાં RTO અધિકારી અને એજન્ટની મિલીભગતથી ભ્રષ્ટાચાર દ્વારા લોકોનું વધુ નાણા લઈ કામ કરી આપવામાં આવતું હોય છે.
ચાર બિનઅધિકૃત એજન્ટો કચેરીમાં બેસીને કામ કરતા હતા
આ જ પ્રકારની અનેક ફરિયાદો પાલનપુરની RTO કચેરીમાં પણ ઊઠવા પામી હતી, જેને ધ્યાનમાં રાખી આજે ગાંધીનગરની COTની ટીમે તપાસ કરતાં ચાર બિનઅધિકૃત એજન્ટો કચેરીમાં પ્રવેશી બિન્દાસ્ત કામકાજ કરતા અને કરાવતા નજરે પડ્યાં હતાં. આથી પાલનપુર RTO ઇન્સ્પેકટર કૃણાલ કોશિકભાઈ ઉપાધ્યાયે શહેરના પૂર્વ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હત. એટલે પોલીસે ચાર એજન્ટો સામે કલમ 188 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ટેક્સ ચોરી કેસઃ ઈન્કમટેક્સે તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની પૂછપરછ કરી
પોલીસે આ ચાર એજન્ટો સામે ફરિયાદ નોંધી
- સંજયભાઈ સરદારભાઈ પટની (રહે. હરિપુરા, પાલનપુર)
- રાકેશભાઈ દિનેશભાઇ રાવલ (રહે. જામપુરા,પાલનપુર)
- મયુશકુમાર દિનેશભાઈ શ્રીમાળી (રહે. ધાણધા, પાલનપુર)
- મહેન્દ્ર ગણેશભાઈ પ્રજાપતિ (રહે. વાસણ (ધા),પાલનપુર)