બનાસકાંઠા જિલ્લાની દિકરીઓએ ખેલકૂદમતોત્સવમાં સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ રમતોત્સવમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતી બતાવી દિધું કે, દિકરીઓ પણ દિકરાથી ચડીયાતી હોય છે.
ગુજરાત કક્ષાના 31માં ખેલકૂદ મહોત્સવમાં આ દિકરીઓએ વિવિધ રમતોમાં મેડલની વણઝાર લગાવી દીધી છે. દોડ, લાંબીકૂદ, બરછીફેક, ચક્રફેક, જેવી રમતોમાં અલગ-અલગ મેડલ મેળવ્યા છે. ડીસા કોલેજમાં અભ્યાસ કરતી અને સામાન્ય પરિવારમાંથી આવતી ક્રિષ્ના સોલંકી નામની દીકરી સમગ્ર ગુજરાતમાં દોડમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને ક્રિષ્ના અન્ય દિકરીઓને પણ રમત-ગમત ક્ષેત્રમાં આગળ આવવાની વાત કરી રહી છે.