- ભાભરમાં ભાજપના 300 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયાં
- બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા અનેક ભંગાણ
- ભાભર નગરપાલિકામાં પરિવર્તનનો પવન
- બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા અનેક ભંગાણ
745બનાસકાંઠાઃ જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભરમાં નગરપાલિકાનું શાસન મેળવવા માટે ચૂંટણી જંગ યોજાઇ રહ્યો છે, ત્યારે ચૂંટણી જંગ વચ્ચે રોજે રોજ દરેક પક્ષમાં તોડફોડ જોવા મળી રહીં છે. ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે, તો ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ છોડી ભાજપ તરફ જોડાઈ રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે સીધો મુકાબલો
ગઈકાલે બુધવારે ફોર્મ પરત ખેંચવાની તારીખ પત્યા બાદ આજે ગુરુવારથી ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાભરમાં પણ 24 બેઠક માટે કુલ 55 ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટી વચ્ચે સીધો મુકાબલો દેખાઈ રહ્યો છે, તેવામાં સ્વર્ગસ્થ રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર આજે ગુરુવારે કોંગ્રેસમાં જોડાયો હતો. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ પરિવારની 100 મહિલાઓ સહિત કુલ 300 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા હવે ભાજપની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ભાભરમાં ગત વખતે 24 બેઠક ભાજપે કબ્જે હતી, ત્યારે આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એવામાં 300થી પણ વધુ લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપની મુશ્કેલીઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.
અગાઉ પણ 300 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા
ભાભર નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં 24 બેઠકો માટે તમામ પક્ષના 55 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ હાલમાં ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારથી જ ભાજપને મોટું નુકસાન થતું જોવા મળી રહી છે. ખાસ કરીને ભાજપમાં વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ ભાજપનો છેડો તોડી હાલમાં કોંગ્રેસને સાથ આપી રહ્યા છે. ગત 5 વર્ષમાં ભાજપના ચૂંટાયેલા ઉમેદવારોએ ભાભરમાં વિકાસ નહીં કરતા ભાજપના કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને જેના કારણે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા જોવા મળી રહ્યા છે. આ અગાઉ પણ ભાજપના 300 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.