ગુજરાતમાં 33 હજાર કામદારો ધરાવતું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અંબાજીમાં યોજાયેલા અધિવેશનમાં 15 હજાર ઉપરાંત કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરી આ વિદ્યુત કામદારો જે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે ધરતીકંપ જેવી ઘટનાઓ દરમિયાન પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરતા હોય છે.
જેમને આ આધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવામાં આવી હતી. જો કે, આ વીજ કામદારોના 8 ટકા એનાઉન્સ તથા સ્ટાફ સેટઅપના પ્રશ્રોની પણ આજે છણાવટ કરવામાં આવી હતી. એટલું જ નહિ વિવિધ હોનારતોમાં મૃત્યુ પામેલા કામદારોને આ અધિવેશનમાં સામુહિક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને સામૂહિક સમર્થન માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે ખાસ કરીને જે વિજ કામદારો સારી કામગીરી કરતા હોય તેમને વિશેષ સન્માન કરવાની પણ જાહેરાત ભરતભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે વિજ કામદારો વિવિધ કામગીરી દરમિયાન પ્રજાના ગુસ્સાનો શિકાર બનતા હોય છે. તેની સામે રક્ષણની પણ માગ કરવામાં આવી હતી. જો કે મોટાભાગના પ્રશ્નોનો નિકાલ સમયાંતરે થતો જ હોય છે પણ બાકીના પ્રશ્રોનો પણ વહેલી તકે નિકાલ આવે તેના માટે સરકાર સતત ચિંતિત હોવાનો રાજયપ્રધાને જણાવ્યું હતું.