- ચાલુ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓને લઈ મેળા અંગે કોઈ જાહેરાત કરાઈ નથી
- અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું
- મંદિર પણ બંધ થઈ જશે તેવી બ્રહ્મણામાં પદયાત્રીઓ વહેલા અંબાજી પહોંચ્યા
બનાસકાંઠા: અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે મેળો ભલે બંધ રખાયો હોય પણ અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યારે અગામી મયમાં મંદિર પણ બંધ થઈ જશે. તેવી બ્રહ્મણામાં પદયાત્રીઓ વહેલા અંબાજી પહોંચ્યા હતા, ત્યારે આજથી મેળાની શરૂઆત ગણાતા અંબાજીના બજારો યાત્રિકો વગર સુમસામ જોવા મળી રહ્યા છે.
અંબાજીના બજારો યાત્રિકો વગર સુમસામ
હાલ અંબાજી આવતા યાત્રિકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ યાત્રિકો માટે પૂરતી વ્યવસ્થાઓ કરી છે. જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓની લાઈન વ્યવસ્થા આરોગ્ય, પાણી તેમજ મંદિર પરિષરમાં પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજથી મેળાની શરૂઆત ગણાતા અંબાજીના બજારો યાત્રિકો વગર સુમસામ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં આજે એક માઇભકતે 251 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું
દર્શનાર્થીઓ માટે આરોગ્ય, પાણીની કરાઇ વ્યાવસ્થા
દર્શનાર્થીઓની લાઈન વ્યવસ્થા આરોગ્ય, પાણી તેમજ મંદિર પરિષરમાં પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે અંબાજી પગપાળા જતા માર્ગો ઉપર એકપણ સેવા કેમ્પ કરવામાં આવ્યા નથી તેની પણ અસર યાત્રિકોમાં જોવા મળી રહી છે. જોકે છેલ્લા 20 વર્ષથી અંબાજીના માર્ગે નિઃશુલ્ક ભરપેટ ભોજનની વ્યવસ્થા કરતા રાજકોટના માઇભક્તો દ્વારા ગતવર્ષે પોતાનો સેવાકેમ્પ બંધ રખાયો હતો પણ ચાલુ વર્ષે હાલમાં જે પદયાત્રીઓ આવી રહ્યા છે. તેમની નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માટે મંજૂરી આપવામાં આવી છે.
નિઃશુલ્ક ભરપેટ ભોજનનું આયોજ
જે ગબ્બર તળેટીમાં 24 કલાક નિઃશુલ્ક ભરપેટ ભોજનનું આયોજન કરી પોતાની સેવા શરૂ કરી છે. જેમાં હજારોની સંખ્યામાં યાત્રિકો લાભ લેશે. હાલમાં અંબાજી મંદિરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિર તેમજ મંદિર પરિષરને રંગબેરંગી લાઈટોનું ડેકોરેશન કરી એક અનેરું આકર્ષણ ઉભું કર્યું છે. જે જોતા મેળો નહીં પણ મેળાનો ભાસ ચોક્કસ થાય છે. અંબાજી મંદિર તેમજ મંદિર પરિષરને રંગબેરંગી લાઈટોનું ડેકોરેશન કરી એક અનેરું આકર્ષણ ઉભું કર્યું હતુ.