- બાલુંત્રી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું 20 ફૂટનું ગાબડું
- હલકી ગુણવત્તાના મટીરીયલના લીધે પડ્યું ગાબડું
વાવઃ બનાસકાંઠાના વાવ તાલુકાના આકોલી બ્રાન્ચ કેનાલમાંથી પસાર થતી બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટર કારેલીની સીમમાં પડ્યું 20 ફૂટનું ગાબડું. જોકે સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલી કેનાલો જેમ કાગળ ફાટે તે ફાટી રહી છે, રોજે રોજ કેનાલમાં ગાબડા પડી રહ્યા છે, જ્યારે કેનાલમાં ભંગાણ સર્જાય છે ત્યારે ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
બનાસકાંઠાના વાવ તાલુકાના બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું ત્રીજી વાર 20 ફૂટનું ગાબડું હલકી ગુણવત્તાના મટીરીયલના લીધે પડ્યું ગાબડુંવાવ તાલુકાના કારેલી ગામની સીમમાંથી પસાર થતી બાલુંત્રી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી કેનાલો બનાવવામાં આવી છે. જોકે એક જગ્યાએ છેલ્લા એક મહિનામાં ત્રીજીવાર ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા હતા કે અવાર નવાર કેનાલમાં ભંગાણ સર્જાય છે જવાબદાર તંત્ર દ્વારા કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર વિરોધ શિક્ષાત્મક પગલા ભરાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.