- બનાસકાંઠાની બોર્ડ પરથી ડ્રગ્સ, અફીણ, ગેરકાયદેસર હથિયારો ઝડપાય
- ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા બુટલેગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા
- ગાડીના ચાલકની કમરમાં બાંધેલો બેલ્ટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો
બનાસકાંઠા : જિલ્લોએ રાજસ્થાની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે અસામાજિક તત્વો દ્વારા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી મોટા પ્રમાણમાં ગુનાહિત ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. રાજસ્થાનમાંથી દર વર્ષે ગુજરાતમાં પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર દારૂનો જથ્થો સૌથી વધુ ગુજરાતમાં લાવવામાં આવે છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની બોર્ડ પરથી ડ્રગ્સ, અફીણ, ગેરકાયદેસર હથિયારો ઝડપાય છે. બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત
ડ્રગ્સ અને ગાડી સહિત કુલ 32.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક XUV ગાડી પર શંકા જતા તેને ઉભી રખાવી હતી. આ ગાડીના ચાલકની તલાસી લેતાં તેની કમરમાં બાંધેલો બેલ્ટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો. જેથી પોલીસે તરત જ ગાડીના ચાલક અને રાજસ્થાનના કોઝા ગામનો રહેવાસી સુરેશકુમાર લાધુરામ વિશ્ર્નોઈ અને પાબુરામ સદારામ વિશ્ર્નોઈની અટકાયત કરી હતી. 246 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને ગાડી સહિત કુલ 32.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંન્ને શખ્સો સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે અંગે પણ ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ડ્રગ્સની હેરાફેરી કરતો આરોપી 1 વર્ષમાં બીજી વખત ઝડપાયો
છેલ્લા બે દિવસમાં ડ્રગ્સની હેરાફેરીનો પાંચમો ગુનો નોંધાયો
કોરોનાવાયરસની મહામારી શરૂ થયા બાદ છેલ્લા બે દિવસમાં ડ્રગ્સની હેરાફેરીનો આ પાંચમો ગુનો નોંધાયો છે. અગાઉ પણ અમીરગઢ બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયેલા છે, બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ આ બાબત હંમેશા સતર્ક રહે છે. આવી દેશવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપતા તત્વો પર બાજ નજર રાખી જેલના સળિયા પાછળ ધકેલે છે. ત્યારે હજુપણ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપર રોજેરોજે ગાડીઓનું કડક ચેકિંગ કરવામાં આવે તો હજુ પણ બનાસકાંઠા જિલ્લા પોલીસને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા શખ્સો ઝડપાયા શકે તેમ છે.