અમદાવાદનો કૌશલ પરિવાર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે હડાદ નજીક મચકોડા પાસે રોડ સાઇડના એક ડિવાઇડર સાથે ધડાકાભેર કાર અથડાતા કારમાં બેઠેલા 7 મુસાફરો પૈકી 2ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 5 મુસાફરોને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે અંબાજીની કોટેજ હોસ્પિટલ લઇ જવાયા હતા. જેમાં 4 લોકોને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને પાલનપુર ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારા લક્ષ્મીબેન કૌશલ અને સાક્ષીબેન કૌશલના મૃતદેહને દાંતા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. હડાદ પોલીસ આ ઘટનાની વધુ તપાસ ચલાવી રહી છે.