બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા તાલુકામાં સતત શંકાસ્પદ લોકોના કોરોનાં ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. દાંતા તાલુકામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 વ્યક્તીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી 15 જેટલાં લોકો કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. બાકીના પોઝિટિવ દર્દીઓને પાલનપુરની કોવીડ હોસ્પીટલ તેમજ હોમ કોરન્ટાઇમાં રખાયા છે. જેમને સતત સારવાર આપવામાં આવી રહી છે.
જોકે અંબાજીમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં કેર સેન્ટર બનાવવામાં આવ્યુ છે. જો તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા વધશે તો અંબાજીના કોવીડ કેર સેન્ટરનો ઉપયોગ કરાશે તેમ તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું.