ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે અનોખો પ્રયોગ

બનાસકાંઠાના પાલનપુરમાં 5 મે ના રોજ નિ:સ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જોકે આ સેન્ટરની ખાસિયત એ છે કે અહીં આવતા કોરોનાના દર્દીઓને ઇમર્જન્સી ઓક્સિજનની જરૂર પડે તો સામાન્ય સંજોગોમાં એક્યુપ્રેશર પદ્ધતિથી તેમને સારવાર આપવામાં આવે છે અને તેનાથી દર્દીઓને લાભ પણ થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન વગર કોરોના દર્દીઓની સારવાર

author img

By

Published : May 6, 2021, 11:34 AM IST

  • સતત કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં ઓક્સિજનની અછત
  • બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન વગર કોરોના દર્દીઓની સારવાર
  • પાલનપુરમાં એક્યુપ્રેશરથી 100 દર્દીઓને સાજા કરવામાં આવ્યા

બનાસકાંઠા: જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થતાં મોટાભાગની હોસ્પિટલો અત્યારે હાઉસફુલ થઈ ગઈ છે. જેથી હવે સામાજિક સંસ્થાઓ પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દર્દીઓને સારવાર આપી રહી છે. પાલનપુરમાં પણ 5 મે ના રોજ નિ:સ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

પાલનપુરમાં એક્યુપ્રેશરથી 100 દર્દીઓને સાજા કરવામાં આવ્યા

મુળદાસ જેઠાલાલ સલાટ આપી રહ્યા છે એક્યુપ્રેશરની સારવાર

આ સેન્ટરની ખાસિયત એ છે કે અહીં દર્દીઓને કોરોનાની પ્રાથમિક સારવાર તો આપવામાં આવે છે, પરંતુ અહીં દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થાય તો ઇમરજન્સી સંજોગોમાં તેઓને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા લેવલ વધારી આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી પાલનપુરમાં એજ્યુકેશન દ્વારા અનેક રોગોમાં નિદાન કરનાર મુળદાસ જેઠાલાલ સલાટ અહીંના ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓને એક્યુપ્રેશર દ્વારા સારવાર આપી રહ્યા છે. કોરોના મહામારીના સમયમાં અત્યાર સુધી તેઓએ 100થી પણ વધુ દર્દીઓને આ રીતે સારવાર આપી સામાન્ય સંજોગોમાં ઠીક કર્યા છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીની સારવાર કરવા મહિલા ડોક્ટર સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર જાય છે

જે પ્રમાણે હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી તરફ હાલ કોરોના વાઈરસની મહામારી વધતા હાલ દર્દીઓને મોટી રકમ આપવા છતાં સારવાર મળી રહી નથી. ત્યારે પાલનપુરમાં પણ સતત કોરોના વાઈરસના કેસ વધતા હાલ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પાલનપુર ખાતે નિ:સ્વાર્થ સંગઠન દ્વારા પણ હાલ કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

100થી પણ વધુ લોકોને એક્યુપ્રેશરથી સારવાર આપી

આ સંસ્થામાં છેલ્લા 25 વર્ષના આયુર્વેદિક જાણકાર એવા મૂળદાસભાઈ દ્વારા કોરોના દર્દીઓને અનોખી સેવા આપવામાં આવી રહી છે. મૂળદાસભાઈ દ્વારા કોરોના દર્દીઓને ઓક્સિજન વગર જ દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી પણ વધુ લોકોને એક્યુપ્રેશરથી સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે દરેક લોકો ઘરે પણ આ સારવાર આપી શકે છે. જેનાથી દર્દીઓને ઓક્સિજન વગર સારવાર મળી રહે તેવું નીતિન ઠાકોરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: COVID-19 દર્દીની સારવાર માટે બ્લડ શુદ્ધિ ઉપકરણને US FDAની મંજૂરી

કોરોના દર્દીઓને એક્યુપ્રેશર કરવાથી મને ફાયદો થયો છે: મેહુલ ઠાકોર

હાલ દર્દીઓનો મોટી રકમ આપી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આવા સમયે જો દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થાય ત્યારે તેઓને હાથના બન્ને કાંડાની પાસેની નસ ઉપર 5 મિનિટ સુધી પ્રેસર કરવામાં આવે અને ત્યારબાદ આંતરડાંની છેલ્લી પાંસળી પર બન્ને બાજુ પ્રેસર કરવામાં આવે તો તરત જ તેનાથી ઓક્સિજન લેવલ વધી જાય છે. આવો પ્રયોગ કરનારા દર્દી મેહુલ ઠાકોરનું પણ માનવું છે કે તેનાથી સારો લાભ થાય છે.

એક્યુપ્રેશર પદ્ધતિ મહદ્અંશે કારગત નીવડી રહી છે

અત્યારે કોરોના મહામારીના સમયમાં પણ લોકો વર્ષો જૂની પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેવામાં ઓક્સિજન લેવલ વધારવા માટે પણ આ એક્યુપ્રેશર પદ્ધતિ મહદ્અંશે કારગત નીવડી રહી છે. જેનો વધુમાં વધુ લોકો લાભ લે અને ઇમરજન્સી સંજોગોમાં આવી પરંપરાગત પદ્ધતિ દ્વારા સારવાર મેળવી સ્વસ્થ થાય તેમ એક્યુપ્રેશરના જાણકાર વૈદ્યનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.