અરવલ્લી : જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, લોકડાઉન જાહેર થયેથી છેલ્લા પચાસ દિવસથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ એમ વિવિધ રાજ્યના લોકો અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ રહ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને વતન જવાની છૂટ આપવમાં આવતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોને તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતા, એવા જ ઉત્તરપ્રદેશ રાજયના 1039 લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા. આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની સુવિધા મારફતે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ છે.
અરવલ્લી જિલ્લામાંથી શ્રમિક લોકોને વતન મોકલાયા, ભાડુ વસુલ કરાતા વિવાદ સર્જાયો - કોરોના શ્રમીકો લોકોને વતન
સમગ્ર દેશમાં કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ રાજ્યમાં રોજગાર કે ધંધાર્થે રોકાયેલા પરપ્રાંતિયોની હાલત કફોડી થઇ હતી. આ પર પરપ્રાંતિયોએ છેલ્લા ઘણા દિવસોથી પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા તેમને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન સુધી મુકી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા ઉત્તરપ્રદેશ રાજયના 1039 લોકોને , પાલનપુર રેલવે સ્ટેશનથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફતે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ છે.