ઉત્તર ગુજરાતમાં વરસાદે જે પ્રમાણે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ જાણે મેઘરાજા અલોપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો વાત્રક, માઝૂમ અને મેશ્વોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોય તેવું લાગી રહ્યું છે. જળાશયોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો તો છે પણ સિંચાઇ માટેનું પાણી બિલકુલ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
એક તરફ જળાશયોના તળિયા ઝાટક થયા છે તો બીજી બાજુ ખેડૂતોનો પાક નાશ થવાની આરે છે .જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવો જરૂરી છે. જેના કારણે સિંચાઈનું પાણી આપી શકાતું નથી. સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોએ વાવેલ મગફળી કપાસ તેમજ મકાઈ જેવા પાકો નાશ થવાની આરે આવી ગયા છે.
શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોને વધુ વરસાદની આશા હતી. તેથી મોંઘા બિયારણ લાવી વાવ્યા હતા. પરંતુ ખેડુતોની આશા કદાચ ચાર પાંચ દિવસમાં વરસાદ ના પડે તો ઠગારી નીવડે તેમ છે.