અરવલ્લી જિલ્લા મથક મોડાસાથી 30 કિલોમીટર દૂર મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં બપોરના ધમધોખતા તાપમાં લોકો પીવાના પાણીની તલાશમાં નીકળી પડે છે. બળદ ગાડામા દૂધના કેનમાં બે થી ત્રણ કિલોમીટર દૂર થી પાણી ભરીને લાવે છે. દર ઉનાળામાં નદી નાળા સુકાઈ જાય ત્યારે આવીજ પરિસ્થિતિ ઉભી થાય છે. આ વિસ્તારમાં સરકારની એસ .કે. 2 વાસ્મો યોજના અંતર્ગત પાણીની પાઇપ લાઈનો નાખી સરકારી રેકોર્ડમાં દરેક ઘરમાં પાણી આપવામાં આવે છે તેવું દર્શાવ્યુ છે, પરંતુ આ પાઇપ લાઈનો, સંપ અને ડંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની બની ગયા છે.
લોકોના જણાવ્યા અનુસાર સરકારી અધિકારીઓ મુલાકત લેવા આવે છે ને ફક્ત વાયદાઓ કરી જતા રહે છે. કેટલાક ગામડાઓમાં એસ.કે 2 યોજના મારફતે આપવામાં આવતું પાણી અઠવાડિયામાં એક વખત આપવામાં આવે છે જે જીવન જરૂરિયાત માટે પૂરતું નથી તેવું લોકો જણાવી રહ્યા છે.