- મોડાસા પાલિકાની બેઠક યોજાઇ
- બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય
- પાલિકાના નિર્ણયનો ફિયાસ્કો
અરવલ્લીઃ મોડાસાના ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને પાલિકા તંત્રએ વેપારી મંડળ અને વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે નક્કી કરવામાં આવ્યું કે, મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ દુકાનો અને ધંધાના એકમો આગામી 10થી 17 એપ્રિલ દરમિયાન સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
- વેપારીઓ સાંજે 6 વાગ્યા બાદ પણ દુકાનો ખુલી રાખી
આ નિર્ણયનો સોશિયલ મીડિયામાં વિરોધ થયો હતો. જેમાં મોટાભાગે નાના ધંધા રોજગાર અને ખાણીપીણીની દુકાનો ધરાવતા લોકા આક્ષેપ કર્યો હતો કે, આ નિર્ણય ફકત જુજ અને મોટા વેપારીઓના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. જેના કારણે નાના વેપારીઓને વધારે નુકસાન સહન કરવાનો વારો આવશે. આ વિરોધના પગલે મોડાસાના બજારો સાંજના 6 વાગ્યા પછી પણ યથાવત ખુલ્લા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસ વચ્ચે ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન