અરવલ્લીઃ રાજકીય નેતાઓએ તંત્રની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. તેવુ લાગી રહ્યુ છે મોડાસા નગરના સર્વોદય નગર વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન નજીક કેટલાક રાજકીય નેતાઓએ ભીડ જમા કરી હતી.
મળતી માહિતી મુજબ રાજકીય નેતાઓ એક લિટર પામોલિન તેલ, મીઠું, મરચું, હળદર અને ચા વેચી રહ્યા હતા. જેના કારણે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને સોશિયલ ડીસ્ટસીંગના નિયમનો ભંગ કર્યો હતો.
સર્વોદય નગરમાં આવેલા નગર પાલિકાના હોલમાં આ ભીડ એકઠી કરવામાં આવી હતી. જ્યારે કેટલાક જાગૃત નાગરીકોએ આ અંગે પ્રશ્ન કર્યો હતો. કલેક્ટરના આદેશ મુજબ રાશન કાર્ડની વસ્તુ વેચવાનું બંધ રાખવાનું છે અને અમારી વસ્તુઓ વેચવાની છે તેમ જણાવ્યુ હતુ. જોકે આ વાત પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક ભીડ દૂર કરવામાં આવી હતી . જો કે, આ આયોજકો પર કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને આશ્વર્ય થયુ હતું.