મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી . જોકે તેજ હવાના કારણે આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. તે સમયે મકાનમાં રહેલ સગી બહેનો 75 વર્ષીય ખાત્રીબેન થાનાભાઈ કલાસવા અને 70 વર્ષીય ગુલાબબેન થાનાભાઈ કલાસવાનું આગની ઝપેટમાં આવી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.
આ ઘટનામાં ગ્રામજનોએ આગ બુઝવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આગ કાબુમાં ન આવતા મકાનમાં રહેલી બે વૃદ્ધ મહિલાઓને બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકવી હતી.