ETV Bharat / state

અરવલ્લીમાં બાળ મજૂરી કરતા બે બાળકોને બાળ સુરક્ષા એકમે મુક્ત કરાવ્યા - arvalli district news

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગ દ્વારા મોડાસાના કોલીખડ અને આલમપૂર ગામ નજીક બે બાળ મજૂરોને માલધારીઓના ચંગુલમાંથી છોડાવ્યાં હતા. માલધારી પરિવાર ગરીબ બાળકો પાસે ઘેટાં-બકરા ચરાવવાની મજૂરી કરાવતા હતા. બાળ સુરક્ષા અને શ્રમ વિભાગ દ્વારા શ્રમિક બાળકોને છોડાવી બન્ને માલધારી સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

અરવલ્લીમાં બાળ મજૂરી કરતા બે બાળકોને બાળ સુરક્ષા એકમે મુક્ત કરાવ્યા

author img

By

Published : Mar 23, 2021, 11:09 PM IST

  • જિલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગની કામગીરી
  • બન્ને બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવ્યા
  • આલમપૂર ગામ નજીક બે બાળ મજૂરોને માલધારીઓના ચંગુલમાંથી છોડાવ્યાં

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે દરોડા પાડીને મોડાસા તાલુકાના આલમપુર ગામ નજીક રહેતા હીરાભાઈ નાગજીભાઈ ભારવાડ નામમાં માલધારી પરિવારના ત્યાંથી મજૂરી કરતા બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે ખાનગી બાતમીના આધારે કોલીખડ ગામની સીમમાં છાપો માર્યો હતો, જ્યાં મજૂરી કરતા બે બાળકોને મુક્ત કરાયા હતા. જેમાં એક 12 વર્ષનો છોકરો પાવાગઢ દેવરિયાનો વતની છે, જ્યારે બીજો 14 વર્ષનો છોકરો મહીસાગર જિલ્લાના ચકલીયા ગામનો વતની છે. બન્ને બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને મજૂરી કરાવનાર બે શખ્સો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જિલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગની કામગીરી

આ પણ વાંચોઃ સુરત બાદ અમદાવાદમાં 9 બાળમજૂરને કરાયા મુક્ત

ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બાલસુરક્ષા અધિકારી પ્રજ્ઞેશસિંહ ચાવડાએ પોપટભાઈ નાથાભાઈ ભરવાડ અને હીરાભાઈ નાગજીભાઈ ભરવાડ વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમિક અધિનિયમ,1986 અન્વયે ફોજદારી કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

અરવલ્લીમાં બાળ મજૂરી કરતા બે બાળકોને બાળ સુરક્ષા એકમે મુક્ત કરાવ્યા

આ અગાઉ બાળ તસ્કરીની ઘટના સામે આવી હતી

આ અગાઉ મોડાસાના ખંભીસરમાંથી પણ બાળ તસ્કરીની ઘટના સામે આવી હતી. જેમાં માલધારી સમાજે એક બાળકને સાત હજાર રુપિયામાં વેચાણથી લીધો હતો. અગમ ફાઉન્ડેશનનાં હેતલ પંડ્યાએ સગીરનૂ રેસ્ક્યૂ કરી જિલ્લા બાળ સુરક્ષાને જાણ કરી હતી. બાળક વેચાતું લીધા હોવાની વાત ઉજાગર થતાં અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અને શ્રમ વિભાગ હવે હરકતમાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ મહીસાગરમાં બાળ મજૂર પુનઃવસન કલ્યાણનિધિ સંચાલન સોસાયટીની યોજાઈ બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.