- કોરોનાકાળમાં ઝોલાછાપ ડૉક્ટર્સ વધ્યા
- દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે આ ડૉક્ટર્સ
- અરવલ્લી પોલીસે 2 બોઘસ ડૉક્ટર્સની કરી ધરપકડ
અરવલ્લી: કોરોના મહામારીનો વ્યાપ વધતા ગામડાઓમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે . જેનો ગેરલાભ કેટલાક મુન્ના ભાઇ એમ.બી.બી.એસ જેવા ડોકટરોએ ઉઠાવી રહ્યા છે. બોગસ ડોકટરો ગામડાઓમાં દવાખાના નામે હાટડીઓ ખોલી દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
વિના કોઈ ડ્રિગ્રીએ દવાખાનું
અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં આવા ઉંટ વૈધો કોઈ પણ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પગલે જિલ્લા SOG પોલીસે મેઘરજના રામગઢી ગામમાં , કોઈ પણ પ્રકારની મેડીકલ ડિગ્રી વિના ઘરમાં ખાનગી દવાખાનું ચલાવતા જયેશ દશરથભાઈ ગોરના ઘર પર છાપો માર્યો હતો. પોલીસે જયેશના ઘરેથી મોટા પ્રમાણમાં દવાઓ,ઇંજેક્શન સહીતનો મુદ્દામાલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 66,749નો મુદ્દામાલ ઝપ્ત કરી તેની ઘરપકડ કરી હતી.
આ પણ વાંચો : ખેરગામના માંડવખડક ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો
મોટી માત્રામાં મેડિકલ સામાન જપ્ત કર્યો
મોડાસાના વિષ્ણુપુરાકંપામાં હિતેષ જયંતીભાઈ પટેલ નામનો બોઘસ ડોકટર ઘરે સારવાર કરી રહ્યો હોવાની માહિતી LCB પોલીસને મળતા તેના ઘરે રેડ કરી સારવાર કરતો ઝડપી પાડ્યો હતો. હિતેશના ઘરેથી ટેબ્લેટ,ઇન્જેક્શન,બોટલ સહીતની સામગ્રી ઝડપી પાડી મેડીકલ સાધનો મળી કુલ.રૂપિયા 58,960/-નો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ આગળ કાર્યવાહી હાથધરી હતી.
આ પણ વાંચો : મહેસાણાના લાંગણજમાં એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો