અરવલ્લીઃ સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના તૃતીય તબક્કામાં જળસંચયના કામોમાં જે.સી.બી.,ટ્રેક્ટર-ડમ્પરનો ઉપયોગ થકી રાજયની જનશક્તિએ વિરાટ પુરૂષાર્થ આદરતા જળ સંચયના કામો શરૂ કરાયા હતા. જેનાથી પાણીના તળ ઉંચા આવતા જિલ્લાના કેટલાય તાલુકાઓ ડાર્કઝોનમાંથી બહાર આવી શક્યા છે. જળશક્તિનું આ અભિયાન અરવલ્લી જિલ્લામાં હાથ ધરી 1200થી વધુ કામો પૂર્ણ કરાયા છે.
સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત અત્યાર સુધી ચેકડેમ, ડીસીલ્ટીંગ, નહેરોનીસફાઇ, ચેકડેમ,ચેકડેમ રિપેરીંગ, તળાવ, વનતલાવડી અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સહિતના 1284થી વધુ કામ હાથ ધરાયા હતા. જેમાં જળસંપતિના 881 કામો, પાણી પુરવઠાના 46,વન અને પર્યાવરણના 69, વોટર શેડના 22, શહેરી વિકાસ નગરપાલિકાના 4 અને ગ્રામ વિકાસના 107 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી 10.94 લાખ ઘન મીટર માટીના જથ્થાની ઉપલબ્ધિ થઇ અને જળ સંચય થકી 38.64 મીલીયન ઘન ફૂટ પાણીની સગ્રંહ શક્તિમાં વધારો થશે.