- વરસાદી પાણીના નિકાલ માટે ગરનાળું બનાવવામાં આવ્યું હતુ
- ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઇ હતી પરંતુ તંત્રએ કોઇ કાર્યવાહી કરી નહીં
- ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામમા જિલ્લા પંચાયત દ્વારા વરસાદી પાણી તેમજ ગટરના પાણીના નિકાલ માટે ગરનાળું બનાવવામાં આવ્યું હતુ. ગ્રામજનોના જણાવ્યાં મુજબ આ ગરનાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિમ્ન કક્ષાનું બાંધકામ કરવામાં આવ્યુ છે. આ અંગે ગ્રામજનો દ્વારા કામ ચાલુ હતું તે દરમિયાન, સાયરા પંચાયત તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી ગરનાળું બનાવ્યું હતું. અંતે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃ ખેડાના મહુધામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં રોષ
કામમાં ગુણવત્તા જળવાઇ નથી
ગ્રામજનોની ફરિયાદ છે કે, ગરનાળાના ફાઉન્ડેશન લેવલ સુધી RCC પ્લીંથ તેમજ ગોળ પાઇપો ફરતે રીંગ નાંખવામાં નથી આવી. આ ઉપરાંત ગરનાળાની બન્ને બાજુ પ્રોટેક્શન વોલ પણ બનાવવામા આવી નથી. જ્યાં પ્રોટેક્શન વોલ બનાવી જોઇએ ત્યાં નથી બનાવી અને જ્યાં જરૂર નથી ત્યાં બનાવી સરકારના નાણાનો દુરૂપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ વડોદરા વરસાદી કાંસની કામગીરી અધૂરી રહેતા સ્થાનિકોમાં રોષ
ગરનાળું સીધુ બનાવવાની જગ્યાએ ત્રાસુ બનાવામાં આવ્યું
ગ્રામજનોના જણાવ્યાં અનુસાર ગરનાળું સીધુ બનાવવાની જગ્યાએ ત્રાસુ બનાવ્યું છે, ચોમાસામાં વરસાદી પાણીના વેગને કારણે પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ દીવાલ પડી જવાનો ભય હોવા છતાં તલાટી અને કોન્ટ્રાક્ટરે આંખ આડે કાન કર્યા હતા.