ETV Bharat / state

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અરવલ્લીના જળાશયો પુર્ણ સપાટીએ પહોચવાના આરે - Meshwo Dam

શાહિન વાવઝોડાના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેટલાય ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. અરવલ્લી જીલ્લાના મેશ્વો તેમજ વૈડી ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે.

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અરવલ્લીના જળાશયો પુર્ણ સપાટીએ પહોચવાના આરે

author img

By

Published : Sep 30, 2021, 1:12 PM IST

  • મેશ્વો તેમજ વૈડીમાં પાણીની આવક
  • ડેમ ઓવર ફ્લો થવાની આરે
  • સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી

અરવલ્લી: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના મેશ્વો તેમજ વૈડી ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેથી મેશ્વો ડેમ અને માઝુમ માં 70 % તેમજ વૈડી ડેમ 90 % પાણી ભરાઇ ગયુ છે. આ ત્રણે ડેમ હવે ગમે ત્યારે પુર્ણ સપાટીએ પહોચવાના આરે હોવાના કારણે, સિંચાઇ વિભાગ દ્રારા જિલ્લા કલેકટરને જાણ કરી યોગ્ય તકેદરીના પગલા લેવા માટે પત્ર લખ્યો હતો .

વૈડી ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો

અરવલ્લીમાં ભાદરવા માસમાં થયેલા નોંધપાત્ર વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જિલ્લાના જળાશયોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. જિલ્લાના ભિલોડા તાલુકાના મેશ્વો અને મોડાસા તાલુકાના માઝુમ 70 ટકા તેમજ મેઘરજ તાલુકાના વૈડી ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો નોંધાતા જરૂરી તકેદારી ને લઇ સિંચાઇ વિભાગ દ્રારા નિયમ મુજબ જિલ્લા વહિવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અરવલ્લીના જળાશયો પુર્ણ સપાટીએ પહોચવાના આરે

આ પણ વાંચો: Rhea Chakraborty ની બિગ બોસ 15માં એન્ટ્રીની અટકળો, મોટી રકમ ચુકવાશે

જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં 80 ટકા વરસાદ પડ્યો

ચાલુ વર્ષે જિલ્લામાં સરેરાશ કુલ 875 મી.મી વરસાદની સામે ફકત 544 મી.મી વરસાદ થયો છે એટલે સરેરાશ 62.21 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચોમાસાના ત્રણ માસમાં થી વધુ પડતો વરસાદ સપ્ટેમ્બર માસ થયો છે. જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં 80 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: Mahant Narendra Giri case મામલે CBIએ રાત્રે 3 વાગ્યા સુધી આનંદગિરિની 8 કલાક પૂછપરછ કરી

જિલ્લાના જળાશયોમાં હાલ પાણીનો જથ્થો

જળાશય હાલની સપાટી પાણીના જથ્થાની ટકાવારી ચોમાસાના શરૂઆતની સ્થિતી
માઝુમ 155.72 મી. 70.62 ટકા40.0 ટકા
મેશ્વો 211.96 મી 7.66 ટકા45.31 ટકા
વાત્રક 132.17 મી47.39 ટકા 34.34 ટકા
વૈડી 198.85 મી 93.71 ટકા 17 ટકા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.