- મોડાસાની સહયોગ ચોકડી પર ગંભીર અકસ્માત
- ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે મોત
- તાત્કાલિક ધોરણે બેરીકેડ લગાવાની લોકોની માંગ
અરવલ્લી : જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરના બાયપાસ રોડ પરથી શામળાજી-ગોધરા એક્ષ્સપ્રેસ હાઇવે શરૂ થાય છે. જેથી ભાર વાહનોથી આ માર્ગ 24 કલાક ધમધમતો રહે છે. બાયપાસ રોડ પર માલપુર અને મેઘરજ તરફ જવાના રોડ પર ઇન્ટરસેક્શન આવેલ છે. જ્યાં છાશવારે અકસ્માત થાય છે. સોમવા ના રોજ પૂરઝડપે આવી રહેલ ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પાછળ સવાર એક યુવતીનું મોત થતા ચોકડી પર સર્કલ બનાવાની વર્ષો જુની માંગ ફરીથી ઉઠી હતી.
નગરની સહયોગ ચોકડી પર વિવિધ સેવાકીય સંસ્થો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી આવેદનપત્ર આપવાની સાથે જવાબદાર તંત્ર અને વહીવટી તંત્ર સહિત રાજ્યકક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સર્કલ ન બનતા મંગળવારના રોજ લોકોએ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના પગલે 10 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, લોકો ટસના મસ થયા ન હતા