ETV Bharat / state

મેઘરજમાં 10 દિવસમાં બીજીવાર દિપડો જોવા મળ્યો, લોકોમાં ભયનો માહોલ - Arravali local news

અરવલ્લીના મેઘરજમાં માનવ વસાહતમાં દીપડાઓની હલનચલનથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 10 દિવસ અગાઉ મેઘરજના કુંભેરામાં દિપડાએ પશુઓનું મારણ કર્યુ હતું. ત્યારે હવે વૈયા પંથકમાં દિપડાના પગના નિશાન જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે .

Aravali Panther
Aravali Panther
author img

By

Published : Jan 29, 2021, 9:32 PM IST

  • અરવલ્લીના મેઘરજમાં દીપડાનો ભય
  • 10 દિવસમાં બીજી વાર દિપડો જોવા મળ્યો
  • વનવિભાગે દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી

અરવલ્લી: જિલ્લાના મેઘરજ પંથકના લોકોને દિપડાનો ભય સતાવી રહ્યો છે. હજુ તો 10 દિવસ પહેલા જ મેઘરજના કુંભરા પંથકમાં દિપડાએ બે બકરાનું મારણ કર્યુ હતું. ત્યાં જ વળી વૈયા પંથક ફરીથી દીપડાએ દેખાડો દીધો છે. વૈયા નજીક આવેલા રામદેવ આશ્રમ નજીક આવેલા ખેતરમાં રહેતા માતા-પુત્રી રાત્રિના સમયે સુઇ રહ્યા હતા. ત્યારે તેમના નજીક દીપડો આવી પહોંચ્યો હતો. જોકે ખરા સમયે જ દિપડો હુમલો કરે તે પહેલા જાગી જતા માતા-પુત્રી ઝડપથી નજીકમાં રહેલા ઘરમાં પહોંચી જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ માતા પુત્રી બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટયો હતો. દીપડાનાં પગના નિશાન મળી આવતા સ્થાનિકોની માંગને લઇને વન વિભાગે પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી છે.

અરવલ્લીના જંગલમાં દિપડાઓનો વસવાટ

અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં દિપડાઓ વસવાટ કરે છે. છેલ્લા બે વર્ષથી દિપડાઓ શિકારની શોધમાં અવારનવાર માનવ વસાહતમાં આવી ચડે છે. ત્યારે રાત્રીના સમયે પોતાના ખેડુતો ખેતરોમાં જતાં ડરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.