ETV Bharat / state

અરવલ્લી જિલ્લાના બાયડમાં એક વ્યક્તિનું મોત થતા કપિરાજો ઉમટ્યાં - Gujarat News

અરવલ્લી જિલ્લાના બાયડમાં સુરેશભાઈ દરજી 17 વર્ષથી ગામથી 7 કિલોમીટર દુર આવેલા હનુમાનજી મંદિરે કપિરાજોને બિસ્કીટ ખવડાવતા હતા. તેમનું મૃત્યુ થતા કપિરાજો 7 કિલોમીટર દૂરથી સુરેશભાઈ દરજીના ઘરે આવ્યા હતા. જ્યાં સુરેશભાઇના સ્વજને તેમને બિસ્કીટ ખવડાવી હતી.

Aravalli News
Aravalli News
author img

By

Published : Apr 29, 2021, 9:40 PM IST

  • બાયડમાં માનવ અને પ્રાણીઓ વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ
  • એક વ્યક્તિનું મોત થતા કપિરાજો ભેગા થયા
  • 17 વર્ષથી કપિરાજોને દર શનિવારે જઈ બિસ્કીટ ખવડાવતા

અરવલ્લી : કોરોનાનો કાળ કેટલાય લોકોને ભરખી ગયો છે. જેમાં અરવલ્લીના બાયડના સુરેશભાઈ દરજી પણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. સુરેશભાઇ સ્વાભાવે હસમુખા અને સેવાભાવી તો જ હતા. સાથે જ પ્રાણીઓ પ્રત્યે તેમનો પ્રેમ પણ અપાર હતો . તેઓ છેલ્લા લગભગ 17 વર્ષથી કપિરાજોને બાયડથી 7 કિલોમીટર દૂર આવેલા ભુખેલ ગામના હનુમાનજીના મંદિરે દર શનિવારે જઈ બિસ્કીટ ખવડાવતા હતા. એક વખતે પોતાના પુત્ર સચીનના લગ્ન શનિવારના દિવસે હોઇ લગ્નમાં મોડા ગયા, પરંતુ પહેલા કપિરાજોને બિસ્કીટ ખવડાવવા ગયા હતા.

અરવલ્લી જિલ્લાના બાયડમાં એક વ્યક્તિનું મોત થતા કપિરાજો ઉમટ્યાં

આ પણ વાંચો : મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા

સુરેશભાઇનું મૃત્યુ થતા કપિરાજો ટોળું તેમના નિવાસસ્થાને પધાર્યુ

સુરેશભાઈ દરજીનું મૃત્યુ થતા હવે હનુમાનજીના મંદિરે બિસ્કીટ ખવડાવા કોઇ આવ્યુ નહિ એટલે જાણે સુરેશભાઇની ખબર અંતર કાઢવા આવ્યા હોય તેમ કપિરાજો મંદિરથી 7 કિલોમીટર દુર મૃતક સુરેશભાઈ દરજીના ઘરે પહોંચી ગયા હતા. આ દ્રશ્ય જોઇ ઘરના સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. સોમવારે વહેલી સવારથી જ કપિરાજો ટોળું ઘર આગળ આવતા પુત્ર સચીને તેમના પપ્પાની પરંપરા જાળવી રાખી ઘર આવેલા કપિરાજોને બિસ્કીટ ખવડાવ્યા હતા.

કપિરાજો
કપિરાજો

આ પણ વાંચો : મોડાસામાં કોવિડ હોસ્પિટલનો માર્ગ સેનિટાઈઝ કરાયો

પ્રાણીઓ પણ માનવો જેટલા જ લાગણીશીલ

સુરેશભાઇના મૃત્યુ પછી કપીરાજો તેમના ઘરે આવવાની ઘટનાએ ફરીથી એક વખત સાબીત કર્યુ છે કે, પ્રાણીઓ પણ માનવો જેટલા જ લાગણીશીલ હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.