ETV Bharat / state

ટોળાએ 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો, બેની હાલત ગંભીર - કુહાડી વડે હુમલો

અરવલ્લી : જિલ્લામાં કુડોલ ઘાંટા ગામમાં શુક્રવારની સાંજે અસામાજિક તત્વોના ટોળાએ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે 16 આરોપીઓ વિરૂદ્વ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Jan 3, 2021, 3:52 PM IST

Updated : Jan 3, 2021, 4:12 PM IST

  • અરવલ્લી જિલ્લાના કુડોલ ઘાંટામાં ટોળાએ 3 વ્યક્તિઓ પર કર્યો હુમલો
  • બેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસે 16 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો

અરવલ્લી : જિલ્લામાં કુડોલ ઘાંટા ગામમાં શુક્રવારની સાંજે અસામાજિક તત્વોના ટોળાએ એક જ પરિવારના 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે 16 આરોપીઓ વિરૂદ્વ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લોખંડની પાઇપ તેમજ કુહાડી વડે હુમલો કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ઘાંટા ગામે બે ભાઇઓ અને માતા પર 16 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. પીડિત પરિવારના જણાવ્યા મુજબ, શુક્રવારની સાંજે સાત કલાકના સુમારે મયુરકુમાર મુળજીભાઈ કટારા કોઇ કામ અર્થે જઇ રહ્યા હતા. જે દરમિયાન અસામાજિક તત્વોના ટોળાએ લોખંડની પાઇપ તેમજ કુહાળીથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇજાગ્રસ્ત વ્યક્તિને રોડ પર ફેંકીને ફોન કરીને પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પણ હુમલાખોરોએ પીડિતના ભાઈ પર પણ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવક પાસેથી રોકડ નાણા, સોનાની ચેન સહિત બાઈક છીનવી લીધી હતી. પરિવારજનોએ ઇજાગ્રસ્તો તાત્કાલિક મોડાસામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

તાજેતરમાં જ ગામમાં થઇ હતી હત્યા

થોડાક દિવસો પહેલા કુડોલ ઘાંટા ગામે હત્યાની એક ઘટના ઘટી હતી. ત્યારે ફરી એક જ પરિવારના 2 યુવકો તેમજ માતા પર થયેલા હુમલાને કારણે ચકચાર મચી છે. પોલીસે હુમલાખોરો વિરૂદ્વ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Jan 3, 2021, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.