- યાત્રાધામ શામળાજીમાં નહીં યોજાય કાર્તિકી મેળો
- કોરોના મહામારીને કારણે લેવાયો નિર્ણય
અરવલ્લી: સુપ્રસિદ્વ યાત્રાધામ શામળાજી મંદિરમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી કાર્તિકી મેળો તથા તુલસી વિવાહ જેવા ઉત્સવો યોજવામાં આવે છે. જેમાં ભાગ લેવા અને ભગવાનના દર્શન કરવા દુરદુરથી લાખો શ્રદ્વાળુઓ મંદિરની મુલાકાતે આવે છે. જો કે આ વર્ષ કોવીડ-19ની મહામારીને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઉત્સવો નહીં યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ યોજાશે પરંતુ આ પ્રસંગે મંદિરમાં ફક્ત પુજારી અને મુખીયાજી ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રદ્વાળુઓ ભગવાનના દર્શનનો લાભ લઇ શકશે.