ETV Bharat / state

રાજ્યમાં સૌથી વધારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને ખેડૂતોને ચૂકવણી - the highest in the state Purchase of wheat at support price and payment to farmers in Aravalli district

અરવલ્લીના સરકારી ખરીદ કેન્દ્રો પર એક એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જોકે, અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લાના સરકારી ખરીદ કેન્દ્રો પર થઇ રહેલ ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાજ્યમાં સૌથી વધારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને ખેડૂતોને ચૂકવણી

author img

By

Published : Jun 12, 2021, 9:45 AM IST

  • ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને ખેડૂતોને ચૂકવણી રાજ્યમાં સૌથી વધારે કરવામાં આવી
  • જિલ્લાના આઠ કેન્દ્રો પર ટેકાના ભાવે ઘઉં ની ખરીદી
  • ખેડુતોને 21 કરોડ ઉપરાંતનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ

અરવલ્લી: જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી અને ખેડૂતોને ચૂકવણી રાજ્યમાં સૌથી વધારે કરવામાં આવી છે. જિલ્લાના આઠ કેન્દ્રો પર ટેકાના ભાવે ઘઉં ની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ખેડુતોને 21 કરોડ ઉપરાંતનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ છે.

અગિયાર હજાર મેટ્રિકટન ઘઉંની ખરીદી કરવામાં આવી

અરવલ્લીના સરકારી ખરીદ કેન્દ્રો પર એક એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જોકે, અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો થતા જિલ્લાના સરકારી ખરીદ કેન્દ્રો પર થઇ રહેલ ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, હવે કેટલાક દિવસો પહેલા ખરીદી પુન: શરૂ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં કુલ છ હજાર નવ સો પંચાવન ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી આજ સુધી 2,575 ખેડૂતોની અગિયાર હજાર મેટ્રિકટન ઘઉંની ખરીદી કરીને કુલ એકવીસ કરોડ સિત્યોતેર લાખની ચૂકવણી કરાઈ છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ વધતા અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદી બંધ

જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ મુખ્યત્વે ઘઉં, બટાકા અને ચણાનું વાવેતર કર્યુ છે. જિલ્લામાં 54 ટકા ઘઉં, 15 ટકા બટાકા અને 12 ટકા ચણા વાવેતર નોંધાયું છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 70,354 હેકટરમાં ઘઉં, 14,041 હેકટરમાં ચણા, 19,247 હેકટરમાં બટાકા અને અન્ય પાકો મળી કુલ 1,30,622 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે.

આ પણ વાંચો: મોડાસામાં ટેકાના ભાવે જણસી વેચવા આવેલા ખેડૂતોને પડી રહી છે મુશ્કેલીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.