- પ્રાથમીક શિક્ષણ સંઘના મહામંત્રી સતીષ પટેલ ફોન પર બાયડ તાલુકા શિક્ષણાધિકારીને ધમકીઓ આપી હતી
- રાજ્ય શિક્ષણ વિભાગે નોંધ લઇ સતિષ પટેલનો કહ્યા બાદ તેમણે માંફી માંગી
- પ્રાથમીક શિક્ષણ સંઘના મહામંત્રી સતીષ પટેલે વીડિયો બનાવી માંફી માંગી
બાયડઃ બે દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા અને રાજ્ય પ્રાથમીક શિક્ષણ સંઘના મહામંત્રી સતીષ પટેલ અને બાયડ તાલુકા શિક્ષણાધિકારી તરાર વચ્ચેની ટેલીફોનીક વાતચીતનો ઓડીયો વાયરલ થયો હતો. જેમાં સતીષ પટેલે બાયડ તાલુકા શિક્ષણ અધિકારી તરાર સાથે ધમકીભર્યાં સૂરમાં બીભસ્ત વાણીવિલાસ કર્યો હતો. ટેલીફોનીક વાતચીતમાં શિક્ષક સંઘના મહામંત્રી સતીષ પટેલે ધમકીભર્યા સ્વરમાં કહ્યુ હતું કે ઓર્ડર પર સહી કરતા પહેલા મને કેમ ન પૂછવામાં આવ્યું અને હજુ 2024 સુધી હું રહેવાનો છું અને તમારે મને મળવા માટે મારી રજા લેવી પડશે.
રાજ્ય શિક્ષણ વિભાગે નોંધ લેતા પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રીએ માફી માંગી
મળતી માહિતી અનુસાર આ વાતની નોંધ રાજ્ય શિક્ષણ વિભાગે લેતા પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રીનોએ માફી માંગી હતી. રાજ્ય શિક્ષણ વિભાગે મહામંત્રી સતીષ પટેલને માફી માંગતો વીડિઓ કે ઓડિયો જાહેર કરવા તાકીદ કરી હતી અને માફી ન માંગે તો સરકારી કામકાજમાં અડચણ ઉભી કરવાનો ગુન્હો નોંધવામાં આવેની સૂચના આપી હતી. જેના પગલે પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રી એ તાબડતોડ માફી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો.
હું આવેશમાં આવી ગયો હતો: પ્રાથમીક શિક્ષક સંઘના મહામંત્રી
વાયરલ વીડિયોમાં ખુલાસો કરતા જણાવ્યું કે, તાજેતરમાં પ્રાથમીક શાળાઓમાં નવા નિયમો આવતા શિક્ષકો ફાઝલ પડ્યા હતા, જેથી કેટલીક સ્કૂલોમાં ઘટ પડતા વધ-ઘટ કેમ્પ થયો હતો. જેમાં શિક્ષકોની બદલીઓ વતનથી 50થી 60 કિમી સુધી થઇ હતી. શિક્ષકોને અન્યાયની લાગણી થતા તેમની પાસે રજૂઆત કરવા આવ્યા હતા. તેથી આવેશમાં આવી જઈ ટીપીઓ તરાર સાથે જે વાર્તાલાપ થયો અને જે અપશબ્દો બોલાયા તે માટે ટીપીઓ અને શિક્ષકો માટે દિલગીરી વ્યક્ત કરી હતી.