ETV Bharat / state

અરવલ્લીના ધનસુરામાં વેપારી મંડળે ત્રણ દિવસ બંધની જાહેરાત કરી

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધનસુરા વેપારી મંડળે ત્રણ દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અરવલ્લીના ધનસુરામાં વેપારી મંડળે ત્રણ દિવસ બંધની જાહેરાત કરી
અરવલ્લીના ધનસુરામાં વેપારી મંડળે ત્રણ દિવસ બંધની જાહેરાત કરી
author img

By

Published : Nov 20, 2020, 7:02 PM IST

  • અરવલ્લીના ધનસુરામાં વેપારી મંડળે ત્રણ દિવસ બંધની જાહેરાત કરી
  • શનિ, રવિ-સોમવાર ત્રણ દિવસ ધંધારોજગાર બંધ રાખવાનો નિર્ણય
  • વધતા જતાં કોરોના સંક્રમિત કેસને લઈ લેવાયો નિર્ણય

અરવલ્લી: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ધનસુરા વેપારી મંડળે ત્રણ દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વેપારી મંડળે સ્વયંભૂ ત્રણ દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંડળે જાહેર કર્યુ છે કે શનિ,રવિ અને સોમવાર ત્રણ દિવસ ધંધા રોજગાર બંધ રહેશે. આ ત્રણ દિવસના લોકડાઉનમાં લોકો સ્વયંભૂ જોડાય એવી વેપારી મંડળે અપીલ કરી છે. ધનસુરા તાલુકામાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનને લઇ વાયરસ વધુ ન પ્રસરે તે માટે વેપારી મંડળે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે.

અરવલ્લીના ધનસુરામાં વેપારી મંડળે ત્રણ દિવસ બંધની જાહેરાત કરી
ધનસુરામાં અઠવાડિયા દરમિયાન કોરોનાના 3 દર્દીના મોત થયા

નોંધનીય છે કે જિલ્લાના ધનસુરામાં 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 જણાનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ ગભરાટ વધી ગયો હતો. ધનસુરા નગરમાં અઠવાડિયા દરમિયાન 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હોવાની વાત ચર્ચામાં છે. જોકે આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ ઘનસુરા તાલુકામાં આજ દિન સુધી 67 કોરોના કેસ નોંધાયાં છે જ્યારે હાલ 02 દર્દીઓ સારવાર હેઠળ છે. ધનસુરા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ કોવીડ-19માં સપડાયાં હોવાનું જણાવાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.