અરવલ્લી: મોડાસામાં રહેતા સલીમભાઈના દિકરાએ કોઇક કારણસર વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા. આ વ્યાજખોરો ત્રણ ઘણું વ્યાજ વસુલ કરતા હતા. થોડા સમય પછી પીડિતે નાણાં આપવાનું બંધ કરી દીધુ હતું. જેથી વ્યાજખોરોની ટોળકી ઉશ્કેરાઇ ગઇ હતી અને પીડિતના ઘરે તોડફોડ કરી તેમને શારીરીક ઇજાઓ પહોંચાડી હતી.
પીડિત પરિવારે આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે, અરવલ્લીમાં અને મોડાસામાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. વ્યાજખોરોની પઠાણી ઉઘારણીની ઘટનાઓ છાસવારે બની રહી છે, ત્યારે પોલીસે આ ગેરકાયદેસર લાઇસન્સ વિના વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.