ETV Bharat / state

વાંટડા ટોલ પ્લાઝા પર તોફાની તત્વોનો આતંક, તોડફોડ કરી રોકડ કરમની લૂંટ ચલાવી, જુઓ CCTV ફૂટેજ

અરવલ્લી જિલ્લાના વાંટડા ગામમાં આવેલ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નંબર-8 પર આવેલા વાંટડા ટોલ પ્લાઝા પર સોમવારની સાંજે સ્થાનિક અસામાજીક તત્વોએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઉગ્રબોલાચાલી બાદ મારઝૂડ કરી લાકડી-પથ્થરો વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા મોડાસા રૂરલ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર અસામાજીક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

વાંટડા ટોલ પ્લાઝા પર તોફાની તત્વોનો આતંક, ટોલબુથ પર તોડફોડ અને રકમની લૂંટ, જુઓ CCTV ફૂટેજ

author img

By

Published : Nov 17, 2020, 10:15 PM IST

  • મોડાસાના વાંટડા ટોલબુથ પર અસામાજિક તત્વોનો આંતક
  • અસામાજિક તત્વોના ટોળાએ બુથમાં તોડફોડ કરી
  • ટોળાએ બુથમાં રહેલા કોમ્પ્યુટર સહિત ઉપકરણોને પહોચાડ્યું નુકશાન
    ટોલબુથ પર તોડફોડ અને રકમની લૂંટ, જુઓ CCTV ફૂટેજ
    વાંટડા ટોલ પ્લાઝા પર તોફાની તત્વોનો આતંક

અરવલ્લી: જિલ્લામાંથી પસાર થતા નેશનેલ હાઇવે નંબર 8 પર વાંટડા ટોલ પ્લાઝા આવેલું છે, જ્યાં સોમવારે સાંજે અસામાજીક તત્વોએ પથ્થરો અને લાકડીઓ વડે કર્મચારીઓ પર હુમલો કરી ટોલ પ્લાઝા પર તોડફોડ કરી હતી. ટોલ પ્લાઝા પર નોકરી કરતા કર્મચારીઓને જીવ બચાવવા સંતાઈ જવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર વાંટડા ટોલ પ્લાઝા પર વાંટડા ગામના કેટલાક તોફાની તત્વોએ ટોલબુથના સુપરવાઇઝર સાથે ટોલ બુથ પરથી એમ્બ્યુલન્સ ન મોકલવા બાબતે ઉશ્કેરાઈ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતા ૫ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.

મોડાસા ગ્રામ્ય પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી

ટોલ પ્લાઝાના બુથ નંબર 7 પર ભારે તોડોફોડ કરી કોમ્પ્યુટર, કેમેરા એલઇડી અને ટોલ પ્લાઝાની જીપને નુકશાન કર્યુ હતું, જ્યારે ટોલટેક્સ પેટે ઉઘરાવેલ 14 હજાર રૂપિયાની લૂંટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તોફાની તત્વો ફરાર થઇ ગયા હતા. ટોલ પ્લાઝા પર 35 લાખથી વધુનું નુકશાન કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. આ અંગે મોડાસા રૂરલ પોલીસે વાંટડા ગામના સાત વ્યક્તિઓ વિરૂદ્વ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.