ETV Bharat / state

કૃષિ અને કોવિડના વેબિનારમાં અરવલ્લીના 38 ધરતીપુત્રોએ લીધો ભાગ - Aravalli News

અરવલ્લી જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ અને કોવિડ વિષય પર ખેડૂતોને માર્ગદર્શન આપવા રાજ્યકક્ષાનો એક દિવસીય વેબિનાર યોજાયો હતો. જેમાં જિલ્લાના 38 ખેડૂતો સહભાગી થયા હતા.

કૃષિ અને કોવિડના વેબીનારમાં અરવલ્લીના 38 ધરતીપુત્રો સહભાગી બન્યા

author img

By

Published : Jun 3, 2020, 9:19 PM IST

અરવલ્લી: "કૃષિ અને કોવિડ" વિષય પર યુ-ટ્યુબના માધ્યમથી યોજાયેલો રાજ્યકક્ષાનો એક દિવસીય ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના 38 ખેડૂતોએ ભાગ લીધો હતો.

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે ઉત્તર ગુજરાતના જિલ્લામાં કોરોનાના સમયે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે વેબિનાર યોજાય હતો.

જેમાં તાજેતરમાં રણ તીડના ઉપદ્રવ, તીડ નિયંત્રણ અંગેના અનુભવો, નિયંત્રણની વ્યુહરચના તેમજ ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષાની ટીમોની ગોઠવણી, મોનીટરીંગ અંગેની નિયંત્રણની કાર્ય પધ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ અગાઉ લોકડાઉન સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય રહે તે માટે યુટ્યુબના માધ્યમથી ખેડૂતોને કોરોના અંગે શુ સાવચેતી રાખવી તે માટે વેબીનાર યોજાયો હતો.

મોડાસામાંથી 15, મેઘરજના 12 , બાયડના 4 ભિલોડા-ધનસુરા બે-બે અને માલપુરમાંથી 3 મળી કુલ 38 પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.