સુરક્ષાના ભાગરૂપે ગુજરાતમાં પ્રવેશતા માર્ગ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર 8 પર અને દિલ્હીથી ગુજરાતમાં પ્રવેશતા રતનપુર સીમા તેમજ ઉન્ડવા બોર્ડર પર પોલિસની બાઝ નજર છે. ડી.જી.પી દ્વારા રતનપુર બોર્ડર પર એસઆરપીની 1 પ્લાટૂન તૈનાત કરાઇ છે. જેમાં 24 જવાનો દ્વારા આવતા જતા વાહનો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે.
રતનપુર સીમા પર બે ચોકી બનાવાઇ છે. જેમાં પ્રથમ પોસ્ટ પર ૭ જેટલા જવાનોને બુલેટપ્રુફ જેકેટ અપાયા છે, તો બીજી ચોકી પર અન્ય સાત જેટલાં જવાનો પ્રથમ ચોકી પર ચાલતી તપાસ પર નજર રાખશે. જો કોઇ અપ્રિય ઘટના ઘટે તો તુરંત જ બીજી ચોકી પર તૈનાત જવાનો એલર્ટ થઇ જશે.