PSI સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ સમયે તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ જોઇ રાજસ્થાન તરફથી આવતી ટ્રકનો ચાલક અને ક્લીનર ટ્રક મૂકી નાસી છૂટ્યા હતા. જેથી પોલીસેને શંકા જતા ટ્રકની તપાસી લીધી હતી.
આ તપાસ દરમિયાન ટ્રકમાંથી દવાના બોક્સ, રોલ અને લોંખડની પાઈપો હટાવતા નીચેથી રૂ. ૧૪,૫૪,૪૦૦/- કિંમતની વિદેશી દારૂની પેટી-૩૦૩ કુલ બોટલ નંગ-૩, ૬૩૬ મળી આવી હતી. પોલીસે લોંખડ પાઈપનો જથ્થો કીં.રૂ.૧૪,૩૧,૭૩૬/- અને ટ્રકની કીં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩૮,૮૬,૧૩૬/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક-ક્લીનર અને ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.