- અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સભા ગજવી
- ભાજપે સ્ટેડિયમનું નામ બદલી ઈતિહાસ બદલવાનો પ્રયત્ન કર્યોઃ ચાવડા
- જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે કોંગ્રેસના 29 ઉમેદવારો મેદાનમાં
અરવલ્લીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીતનો સ્વાદ ચાખવા હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી કોંગ્રેસ પ્રદેશના નેતાઓ ઉમેદવારો અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ સભાઓ યોજી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને AICCના સભ્ય મધુસુદન મિસ્ત્રીએ સભાને સંબોધન કર્યુ હતું. જાહેર સભા બાદ પત્રકારો સાથે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષે સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડીયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા ઈતિહાસ બદલવાનો પ્રયત્ન કર્યો છે.
અરવલ્લીમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે કોંગ્રેસના 29 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે, જિલ્લાની ડેમાઈ સીટ પરથી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડી ફર્મ ખેંચી લેતા કોંગ્રેસે હવે અપક્ષને ટેકો જાહેર કર્યો છે.